Exclusive: BJP આ આધારે આપશે ટિકિટ, 30 ટકા ઉમેદવારો હવે નહી બની શકે સાંસદ
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને જોતા ભાજપ 22 જાન્યુઆરી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ હાલ…
ADVERTISEMENT
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને જોતા ભાજપ 22 જાન્યુઆરી બાદ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ હાલ લોકસભાની યુદ્ધના ધોરણે તૈયારી કરી રહી છે.
BJP First Candidate List: લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે ભાજપ આગામી થોડા જ અઠવાડીયાઓમાં 160 નબળી સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરશે. તેમાંથી 133 સીટો 2019 ની લોકસભા ચૂંટણીમાં હાર થઇ હતી. બીજી તરફ આ ઉપરાંત 27 બીજી સીટો છે. ભાજપ લોકસભા ચૂંટણી અંગેની પહેલી યાદી 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ બાદ જાહેર કરી શકે છે.
પંજાબ, બિહાર અને મહારાષ્ટ્રમાં અનેક સહયોગી એનડીએથી બહાર થઇ ગયા છે. તેવામાં આ રાજ્યોમાં ભાજપ નવા સહયોગીઓની સાથે અથવા એકલા ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 543 સીટોમાંથી 436 સીટો પર ચૂંટણી લડી હતી. તેમાંથી પાર્ટી 160 સીટો હારી ગઇ હતી. બીજી તરફ પાર્ટીની 51 સીટો પર તો જામીન ગુમાવવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT
ભાજપ શું વિચારે છે?
પાંચ વર્ષ પહેલા ભાજપે ત્રણેય રાજ્યોની 56 સીટો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા જ નહોતા. તેમાં ભાજપે પંજાબની 13 માંથી 3, મહારાષ્ટ્રની 48 માંથી 25 અને બિહારની 40 માંથી 17 સીટો પર ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન તત્કાલીન સહયોગી શિરોમણી અકાલી દળે પંજાબમાં 10 સીટો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ બિહારમાં જેડીયું અને જનશક્તિ પાર્ટીએ ક્રમશ 17 અને 6 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા. સાથે જ અવિભાજિત શિવસેનાએ મહારાષ્ટ્રની 23 સીટો પર ચૂંટણી લડી હતી.
પાર્ટી પોતાની હાલના લોકસભા સાંસદોમાંથી ઓછામાં ઓછા 30 ટકાને બદલવા અંગે પણ વિચાર કરી રહ્યા છે. ટિકિટ બદલવા માટે જે શરતો ભાજપમાં નિશ્ચિત નથી થઇ રહી, તેમાં 70 વર્ષથી વધારે ઉંમરના સાંસદ, ત્રણ વખતના સાંસદ અને લોકસક્ષા ક્ષેત્રમાં લોકપ્રિયતાનો સમાવેશ થાય છે. જો કે કેટલાક સાંસદોને આ ત્રણેય નિયમોમાંથી છુટછાટ મળી શકે છે.
ADVERTISEMENT
કયા રાજ્યોમાં 50 ટકા કરતા વધારે વોટ શેર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી પદાધિકારી બેઠકમાં રાષ્ટ્રવ્યાપી વોટ શેરને પાંચ વર્ષ પહેલા પ્રાપ્ત કરવામાં આવેલા 37.7 ટકાથી ઓછામાં ઓછા 10 ટકા વધારવા અને તે રાજ્યોમાં 50 ટકા કરતા વધારે વોટ શેર સુનિશ્ચિત કરવાનું આહ્વાન કર્યું. જ્યાં આ બેન્ચમાર્કની નજીક છે.
ADVERTISEMENT
ભાજપને ગુજરાત, હરિયાણા, ઝારખંડ, દિલ્હી, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગોવા સહિત 11 રાજ્યોમાં 50 ટકા કરતા વધારે મત મળ્યા છે. 2019 ના લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ અને ત્રિપુરામાં 49 ટકા મત મળ્યા છે.
પાર્ટી નેતૃત્વએ અત્યાર સુધી કોઇ સંખ્યા જણાવી પરંતુ તેઓ 2019 ની પોતાની 303 સીટો પર પાર કરવા ઇચ્છે છે. જો કે અનેક વખત પાર્ટી ફોરમ પર આ વખતે 400 પારનો નારો પણ અપાયો છે. જો કે ભાજપ આ ટાર્ગેટને કેમ પાર પાડે છે તે તો સમય જ કહેશે.
ADVERTISEMENT