એક્સાઇઝ પોલીસી: મનીષ સિસોદિયાને હાલ જામીન નહી પરંતુ પત્ની સાથે કરી શકશે મુલાકાત

ADVERTISEMENT

Manish sisodia
Manish sisodia
social share
google news

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં ED દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પરનો આદેશ અનામત રાખ્યો છે. જોકે, કોર્ટે સિસોદિયાને આવતીકાલે થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી છે. તેથી, તે આવતીકાલે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી પોલીસ કસ્ટડીમાં તેની પત્નીને મળી શકશે. આ સાથે કોર્ટે એવી શરત મૂકી છે કે, સિસોદિયા વચગાળાના જામીન દરમિયાન મીડિયા સાથે વાત નહીં કરે. પરિવાર સિવાય કોઈની સાથે વાત નહીં કરે. મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ નહીં કરે. દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા કેસમાં મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે આદેશ અનામત રાખ્યો છે.

સિસોદિયાને કોર્ટે રાહત આપી
જો કે મનીષ સિસોદિયાને કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી છે. હાઈકોર્ટે સિસોદિયાને આવતીકાલે (શનિવાર) થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી છે. તેથી, તે પોલીસ કસ્ટડીમાં તેની પત્નીને મળી શકશે. મનીષ સિસોદિયાએ તેની પત્નીની ખરાબ તબિયતને ટાંકીને 6 અઠવાડિયાના વચગાળાના જામીનની માંગણી કરી હતી. પરંતુ EDએ વચગાળાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે થોડા દિવસો પહેલા તેઓએ વચગાળાની જામીન માટેની અરજી પાછી ખેંચી લીધી છે. હવે ફરી એ જ આધારો પર વચગાળાના જામીન માંગે છે. તપાસ એજન્સી વતી એવું કહેવામાં આવ્યું હતું કે, સિસોદિયા પોલીસની હાજરીમાં તેમની પત્નીને મળી શકે છે. આ કેસમાં ગઈકાલે કોર્ટે સિસોદિયાને થોડા કલાકો માટે વચગાળાની રાહત આપી હતી.

કોર્ટે સિસોદિયાના પત્નીનો મેડિકલ રિપોર્ટ રજુ કરવા આપ્યો આદેશ
આ સાથે હાઈકોર્ટે આવતીકાલ સાંજ સુધીમાં સિસોદિયાની પત્નીનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ સાથે કોર્ટે આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયરની જામીન અરજી પરનો આદેશ પણ અનામત રાખ્યો છે. વચગાળાની રાહતની સાથે કોર્ટે આ શરતો મૂકી છે, દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે મનીષ સિસોદિયા મીડિયા સાથે વાત કરશે નહીં. પરિવાર સિવાય કોઈની સાથે વાત નહીં કરે. મોબાઈલ અને ઈન્ટરનેટનો ઉપયોગ નહીં કરે. મનીષ સિસોદિયાએ પત્નીની તબિયતને ટાંકીને વચગાળાના જામીનની માંગણી કરી છે.

ADVERTISEMENT

શું છે એક્સાઈઝ પોલિસી કૌભાંડ?
નવી આબકારી નીતિ 17 નવેમ્બર 2021 ના રોજ દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ લાવીને માફિયા શાસનનો અંત લાવવાની દલીલ કરી હતી. આનાથી સરકારની આવકમાં વધારો થશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. જુલાઈ 2022માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવે એલજી વીકે સક્સેનાને આ મામલે રિપોર્ટ સોંપ્યો હતો. આમાં, એક્સાઇઝ પોલિસીમાં ગરબડની સાથે, ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ સિસોદિયા સહિત 15 લોકો સામે કેસ નોંધ્યો હતો. 22 ઓગસ્ટે EDએ એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. 6 મહિનાની તપાસ બાદ CBIએ સિસોદિયાની ધરપકડ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT