MUMBAI માં Intel ઇન્ડિયાના પૂર્વ ચીફની સાયકલનો અકસ્માત, ઘટના સ્થળે મોત
ચેમ્બુરના રહેવાસી અવતાર સૈનીને ઇન્ટેલ 386 અને 486 માઇક્રોપ્રોસેસર પર કામ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે કંપનીના પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનનું પણ નેતૃત્વ કર્યું હતું.
ADVERTISEMENT
ચેમ્બુરના રહેવાસી અવતાર સૈનીને ઇન્ટેલ 386 અને 486 માઇક્રોપ્રોસેસર પર કામ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે કંપનીના પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનનું પણ નેતૃત્વ કર્યું હતું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે 5.50 વાગ્યાની આસપાસ સૈની (68) નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર સાથી સાઇકલ સવારો સાથે સાઇકલ ચલાવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.
ઇન્ટેલ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ છે અવતાર સૈની
વિખ્યાત ટેક કંપની ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ કન્ટ્રી હેડ અવતાર સૈનીનું મહારાષ્ટ્રના નવી મુંબઈ ટાઉનશીપમાં સાયકલ ચલાવતી વખતે પુરઝડપે આવી રહેલી કેબની ટક્કરે મૃત્યુ પામ્યા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે 5.50 વાગ્યાની આસપાસ સૈની (68) નેરુલ વિસ્તારમાં પામ બીચ રોડ પર સાથી સાઇકલ સવારો સાથે સાઇકલ ચલાવી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો.
ડ્રાઇવરે ઘટના સ્થળ પરથી જ ભાગવાનો પ્રયાસ કર્યો
પીટીઆઈના જણાવ્યા અનુસાર, પુર ઝડપે આવતી કેબે સૈનીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી અને ડ્રાઈવરે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાયકલની ફ્રેમ કેબના આગળના પૈડા નીચે ફસાઈ ગઈ હતી. તેવું પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માતમાં સૈનીને ઈજા થઈ હતી અને સાથી સાઈકલ સવાર તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સૈની અનેક પ્રોસેસર દિગ્ગજ ખેલાડી હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચેમ્બુર નિવાસી સૈનીને ઇન્ટેલ 386 અને 486 માઇક્રોપ્રોસેસર પર કામ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમણે કંપનીના પેન્ટિયમ પ્રોસેસરની ડિઝાઇનનું પણ નેતૃત્વ કર્યું હતું. પોલીસે કેબ ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. જેમાં 279 (રેશ ડ્રાઈવિંગ), 337 (ચાલકી અથવા બેદરકારીભર્યા કૃત્યથી માનવ જીવનને જોખમમાં મૂકવું) અને 304-A (કોઈના મૃત્યુનું કારણ બને છે) સહિતનો સમાવેશ થાય છે. સામેલ છે. જોકે આરોપી ડ્રાઈવર હજુ ફરાર છે.
સૈની એકલા રહેતા હતા
સૈનીની પત્નીનું લગભગ 3 વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી તે એકલા રહેતા હતા. તેમના બે બાળકો છે. એક પુત્ર અને પુત્રી, બંને અમેરિકામાં રહે છે. અહેવાલો અનુસાર, સૈની આવતા મહિને તેના પુત્ર અને પુત્રીને મળવા માટે અમેરિકા જવાના હતા.
ADVERTISEMENT
સૈની વર્ષોથી INTEL સાથે જોડાયેલા હતા
અવતાર સૈની 1982 થી 2004 દરમિયાન ઇન્ટેલમાં ઉપપ્રમુખ પદે રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે ઘણા પ્રખ્યાત પ્રોસેસર્સ ડિઝાઇન કરવામાં ભૂમિકા ભજવી હતી. ઈન્ટેલના કન્ટ્રી હેડ હોવા ઉપરાંત તેઓ ઈન્ટેલ સાઉથ એશિયાના ડિરેક્ટર પણ હતા.
ADVERTISEMENT
ઈન્ટેલ ઈન્ડિયાના પ્રમુખે દુઃખ વ્યક્ત કર્યું
ઇન્ટેલ ઇન્ડિયાના પ્રમુખ ગોકુલ વી.સુબ્રમણ્યમે અવતાર સૈનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેણે સોશ્યિલ મીડિયા પર એક પોસ્ટ લખીને સૈનીને એક અજોડ શોધક ગણાવ્યા અને કહ્યું કે તેમને હંમેશા ઇન્ટેલમાં મૂલ્યવાન માર્ગદર્શક તરીકે યાદ કરવામાં આવશે.
ADVERTISEMENT