FIFA માં જીતો કે હારો દરેક ખેલાડીને 7 પેઢી ન ખુટે તેટલા ડોલર મળશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : FIFA વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ આજે યોજાવાની છે. ભારતીય સમયાનુસાર રાત્રે 8.30 વાગ્યે ફાઇનલ મેચ શરૂ થશે. લુસૈલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાંસની ટીમ સામસામે હશે. લિયોનલ મેસીની પાસે વર્લ્ડ કપ જીતવાની અંતિમ તક છે, કારણ કે તેઓ આ ફાઇનલ મેચ બાદ કોઇ વર્લ્ડકપમાં ભાગ નહી લે અને નિવૃતી તે અગાઉ જ જાહેર કરી ચુક્યા છે. તેવામાં દરેક વ્યક્તિની નજર આ મહામુકાબલા પર ટકેલી છે.

ફુટબોલને વિશ્વની સૌથી પ્રખ્યાત રમત માનવામાં આવે છે. એવામાં ફીફા વર્લ્ડકપ 2022 પર સમગ્ર વિશ્વની નજર રહે છે. વર્લ્ડકપની ટ્રોફી જીતનારી ટીમને ખિતાબની સાથે સાથે કરોડો રૂપિયા પોતાની સાથે પણ લઇ જશે. ફીફા વર્લ્ડકપની પ્રાઇઝ મની ઘણી વધારે છે. માત્ર વિજેતા ટીમને જ નહી પરંતુ રનરઅપ ટીમ પણ માલામાલ થઇ જશે.

જાણો કઇ ટીમને કેટલા રૂપિયા મળશે…
– વિજેતા ટીમને 347 કરોડ રૂપિયા પ્રાઇઝ મળશે.
– રનર અપ ટીમને 248 કરોડ રૂપિયા પ્રાઇઝ મળશે
– ત્રીજા નંબરની ટીમને 223 કરોડ રૂપિયા (ક્રોએશિયા)
– ચોથા નંબરની ટીમને 206 કરોડ રૂપિયા (મોરક્કો)

ADVERTISEMENT

ન માત્ર નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારી ટીમ પરંતુ વર્લ્ડકપમાં ભાગ લેનારી ટીમને પણ ફીફા દ્વારા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. આ અંગે ફીફાની વેબસાઇટ પરથી મળતી માહિતી અનુસાર
– વર્લ્ડ કપમાં હિસ્સો લેનારી દરેક ટીમને 9-9 મિલિયન ડોલર
– પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી દરેક ટીમને 13 મિલિયન ડોલર
– ક્વાર્ટર ફાઇનલમાં હારનારી ટીમને 17 મિલિયન ડોલર

ફીફા દ્વારા વર્લ્ડકપ દરમિયાન કુલ 3641 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. જે અલગ અલગ ટીમને પ્રાઇઝ મની તરીકે અપાશે. જેમાં દરેક ટીમ ભાગ લેવાની ફી, મેચની જીત, ગોલની ફી ઉપરાંત વિજેતા, રનરઅપ, નોટઆઉટ મેચમાં પહોંચનારી ટીમની રકમનો પણ સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT