કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે ભયંકર અથડામણ, બે જવાન શહીદ, ત્રણ ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

jammu kashmir
સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ
social share
google news

Kashmir News: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે (શનિવાર) આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ રહી છે. બપોરે થયેલા આ અથડામણમાં બે જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઇજાગ્રસ્ત પણ થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગાઢ જંગલની અંદર આતંકીઓની શોધખોળ ચાલુ છે.

બે જવાનો શહીદ, ત્રણ ઘાયલ

તમને જણાવી દઈએ કે, શનિવારે બપોરે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં અગાઉ એક સૈનિક ઇજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા હતા, થોડા સમય બાદ અન્ય એક જવાન ઇજાગ્રસ્ત થયાની વાત સામે આવી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સેના દ્વારા જારી કરવામાં આવેલા અપડેટમાં બે જવાનોના શહીદ થવાના સમાચાર છે, સાથે જ ત્રણ જવાનોના ઇજાગ્રસ્ત થવાની માહિતી છે.

આજના સૌથી મહત્વના સમાચાર

ADVERTISEMENT

સેનાએ આતંકીઓની હાજરી અંગે મળ્યા હતા ઈનપુટ

આ પહેલા સેનાએ અનંતનાગમાં એન્કાઉન્ટરને લઈને નિવેદન જાહેર કર્યું હતું. સેનાએ કહ્યું હતું કે વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા શનિવારે સામાન્ય વિસ્તાર કોકરનાગ, અનંતનાગમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બે સુરક્ષા જવાનો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ ઓપરેશન ચાલુ છે.

કોર્ડન અને સર્ચ ઓપરેશન ચાલુ છે

મળતી માહિતી મુજબ, શનિવારે બપોરે સમાચાર આવ્યા હતા કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓની હાજરી અંગે ઈનપુટ મળ્યા હતા. માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના કોકરનાગ વિસ્તારના અહલાન ગડોલમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

ADVERTISEMENT

જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સાથે એન્કાઉન્ટર

એવું સામે આવ્યું છે કે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગાગરમંડુ જંગલ વિસ્તારના અહલાનમાં એન્કાઉન્ટર થઈ રહ્યું છે. જંગલમાં છુપાયેલા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓના જૂથ સાથે સંયુક્ત દળોનું એન્કાઉન્ટર થયું છે. ઓપરેશન ચાલુ છે.

ADVERTISEMENT

जम्मू कश्मीर

આ પહેલા આ ઓપરેશનમાં એક જવાન ઇજાગ્રસ્ત થયાના સમાચાર હતા, જેને 92 બેઝ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પછી, અન્ય એક જવાન ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા બાદમાં બે જવાનો શહીદ થયા હતા. આગળ આવ્યા પછી, આતંકવાદીઓ ગાઢ જંગલ વિસ્તારમાં ભાગી ગયા, મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જૈશના આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોનું એન્કાઉન્ટર થયું છે. માનવામાં આવે છે કે આતંકવાદીઓ ડોડાથી દક્ષિણ કાશ્મીરમાં પ્રવેશ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT