Election Results Live: 3 રાજ્યમાં પરાજય બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ, કહ્યું વિચારધારાની લડાઇ શરૂ રહેશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Assembly Election Result Live Updates: મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં કોની સરકાર બનશે તેનો નિર્ણય થોડા કલાકોમાં લેવામાં આવશે. આ ચાર રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની જીત થતી જોવા મળી રહી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની શકે છે.

Election result 2023: ચૂંટણી પરિણામ 2023 હવે લગભગ સ્પષ્ટ થઇ ચુક્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં આજે મતગણતરી થઈ રહી છે. મધ્યપ્રદેશની સાથે સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ભાજપ સરકાર બનાવતી જોવા મળી રહી છે. આ સિવાય તેલંગાણામાં કોંગ્રેસ આગળ છે.

ADVERTISEMENT

मध्य प्रदेश, छत्तीसगढ़ और राजस्थान का जनादेश हम विनम्रतापूर्वक स्वीकार करते हैं – विचारधारा की लड़ाई जारी रहेगी।

तेलंगाना के लोगों को मेरा बहुत धन्यवाद – प्रजालु तेलंगाना बनाने का वादा हम ज़रूर पूरा करेंगे।

सभी कार्यकर्ताओं को उनकी मेहनत और समर्थन के लिए दिल से शुक्रिया।

— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2023

ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મધ્યપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની હાર થઈ છે. પરંતુ તેમણે BRS પાર્ટી પાસેથી તેલંગાણા છીનવી લીધું છે. અહીં કેસીઆર જીતની હેટ્રિક ફટકારી શકશે નહીં.

ત્રણ રાજ્યોની હાર બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના જનાદેશને નમ્રતાથી સ્વીકારીએ છીએ. વિચારધારાની લડાઈ ચાલુ રહેશે. હું તેલંગાણાના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે પ્રજાલુ તેલંગાણા બનાવવાનું વચન ચોક્કસપણે પૂરું કરીશું. તેમની સખત મહેનત અને સમર્થન માટે તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT