Rajasthan Assembly Elections 2023: રાજસ્થાનમાં ભાજપ જીત તરફ! વસુંધરા રાજે નહીં તો કોણ બનશે CM?
Rajasthan Election results: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ખુશી લઈને આવ્યા છે. અત્યાર સુધીના વલણો અનુસાર, ભાજપ 114 બેઠકો પર આગળ છે, અહીં બહુમતનો…
ADVERTISEMENT
Rajasthan Election results: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે ખુશી લઈને આવ્યા છે. અત્યાર સુધીના વલણો અનુસાર, ભાજપ 114 બેઠકો પર આગળ છે, અહીં બહુમતનો આંકડો 101 છે. બપોરે 12 વાગ્યા સુધીના આંકડા દર્શાવે છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. હવે રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે કે આખરે પાર્ટીની કમાન કયા નેતાના હાથમાં સોંપવામાં આવશે. ભાજપે આ ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો ન હોવાથી ઘણા નેતાઓ આ રેસમાં સામેલ છે.
મહંત બાલકનાથનું પલડું ભારે
રાજસ્થાન ચૂંટણીના એક્ઝિટ પોલે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે સામાન્ય લોકોના અભિપ્રાય મુજબ, મહંત બાલકનાથને લિસ્ટમાં બીજું સ્થાન આપ્યું હતું. આવી સ્થિતિમાં મહંત બાલકનાથની ચર્ચા થઈ રહી છે. મહંત બાલકનાથ અલવર સીટ પરથી ભાજપના સાંસદ છે, તેઓ રાજસ્થાનની ચૂંટણીમાં તિજારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તિજારા વિધાનસભા બેઠક પરથી મહંત બાલકનાથ કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનથી આગળ ચાલી રહ્યા છે. મહંત બાલકનાથને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે અને તેઓ હાલમાં 39 વર્ષના છે, જેના કારણે પાર્ટી તેમને પ્રમોટ કરી રહી છે.
વસુંધરાની જીતથી દાવેદારી થશે મજબૂત
વસુંધરા રાજે તેમના ગઢ ઝાલરાપાટનથી કોંગ્રેસના ઉમેદવાર રામલાલથી 29 હજાર મતોથી આગળ છે. જો તેઓ આ વખતે ચૂંટણી જીતી જાય છે, તો તેઓ આ જ વિધાનસભા ક્ષેત્રમાંથી તેમની પાંચમી જીત હશે. આ જીતની સાથે વસુંધરા રાજેના સમર્થકો મુખ્યમંત્રીની ખુરશી પર તેમની દાવેદારી મજબૂતીથી સાથે રાખશે. જોકે, પાર્ટી આના પર કેટલી સહમત થશે, તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.
ADVERTISEMENT
ઓમ બિરલા પણ રેસમાં સામેલ
ભાજપના નેતા ઓમ બિરલા પણ રાજસ્થાનના મુખ્યમંત્રી પદની રેસમાં છે. લોકસભાના અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે અને તેઓ એક દિગ્ગજ નેતા પણ છે. આ જ કારણ છે કે પાર્ટી તેમને રાજસ્થાનમાં મોટી ભૂમિકા સોંપી શકે છે.
ADVERTISEMENT