BREAKING: લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું
Lok Sabha Election: લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે (Election commissioner Arun Goyal) રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
Lok Sabha Election: લોકસભા ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે (Election commissioner Arun Goyal) રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનરની જગ્યા પહેલેથી જ ખાલી હતી. ગોયલના રાજીનામા બાદ હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બચ્યા છે. તમને જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનર સિવાય ચૂંટણી પંચમાં વધુ બે ચૂંટણી કમિશનર છે.
હવે ચૂંટણીની જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર પર
હવે ચૂંટણી તંત્રની સમગ્ર જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે. અરુણ ગોયલ મુખ્ય ચૂંટણી કમિશનરની સાથે ચૂંટણી તૈયારીઓ માટે ઘણા રાજ્યોની મુલાકાતે ગયા હતા. હવે તેમણે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT