'Rahul Gandhi સમજી વિચારીને નિવેદન આપે', PM મોદી પર કરેલ ટિપ્પણીઓ વચ્ચે ચૂંટણી પંચનો કડક નિર્દેશ

ADVERTISEMENT

ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને ઠપકો!
Election Commission warns Rahul Gandhi
social share
google news

Election Commission warns Rahul Gandhi: ચૂંટણી પંચે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જારી કરી છે. જેમાં રાહુલ ગાંધીને નિવેદનો કરતી વખતે વધુ સાવધાની અને વિવાદિત નિવેદન ન આપવાની સલાહ આપવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ અને વડાપ્રધાન વિરુદ્ધના તેમના નિવેદનો પર રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યોને ધ્યાનમાં લીધા પછી, ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને ભવિષ્યમાં વધુ સાવચેત અને સતર્ક રહેવાની સલાહ આપી છે.

ચૂંટણી પંચે રાહુલ ગાંધી માટે એડવાઈઝરી જાહેર કરી 

 
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે આ એડવાઈઝરી રાહુલ ગાંધી દ્વારા અગાઉના પીએમ મોદી માટે 'પનૌતી' અને 'પાકીટમાર' જેવા શબ્દોના ઉપયોગને લઈને જારી કરી છે. ભાજપે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ મોકલી હતી, જેની નોંધ લેતા પંચે 23 નવેમ્બર 2023ના રોજ રાહુલ ગાંધીને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. આ અંગે રાહુલ ગાંધીના જવાબ બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ સાથે, ગયા વર્ષે ડિસેમ્બરના દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુસરીને, ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારકો અને રાજકીય નેતાઓ માટે જારી કરાયેલી તાજેતરની સલાહને યોગ્ય રીતે અનુસરવા માટે પણ કહ્યું છે.

હવે ધ્યાન નહીં રાખો તો થશે કડક કાર્યવાહી

આ વર્ષે 1 માર્ચે જારી કરાયેલ એડવાઈઝરીમાં, ચૂંટણી પંચે ચેતવણી આપી હતી કે આદર્શ આચાર સંહિતાના કોઈપણ ઉલ્લંઘન માટે, પક્ષો, ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ માત્ર નૈતિક નિંદાને બદલે કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. તે એમ પણ કહે છે કે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારો જેમને અગાઉ નોટિસ મળી છે જો તેઓ ફરીથી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT