Assembly Election: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પડઘમ, બપોરે ચૂંટણી પંચ કરશે એલાન
Jammu and Kashmir Assembly Election: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે
ADVERTISEMENT
Jammu and Kashmir Assembly Election: ભારતીય ચૂંટણી પંચ આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ અંગે બેઠક પણ કરી હતી.
સીમાંકન પછી પ્રથમ વખત ચૂંટણી
સીમાંકનનું કામ પૂર્ણ ન થવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી થઈ શકી નથી. મે 2022 ના સીમાંકન પછી, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા હવે વધીને 90 થઈ ગઈ છે. આ રીતે જમ્મુની 43 અને કાશ્મીરની 47 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 2014 માં, 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમ્મુની 37 બેઠકો અને કાશ્મીર ખીણની 46 બેઠકો ઉપરાંત લદ્દાખની 6 બેઠકો હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીનગરમાં મતદાને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશની અન્ય સીટો પર પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાતની બેઠકો પર પેટાચૂંટણી થઈ શકે છે જાહેરાત
આજે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતની એક કે બે બેઠકોની પેટા ચૂંટણી પણ જાહેર થઈ શકે છે. બનાસકાંઠાના વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય હતા જે લોકસભા ચૂંટણી જીતીને દિલ્હી દરબારમાં જતાં રહ્યા છે એટલે આ બેઠક ખાલી પડી છે અને આજે વાવ બેઠકની પેટાચૂંટણી અંગે પણ જાહેરાત થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT