જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, ચૂંટણી પંચે કરી જાહેરાત
Assembly Elections Date : ભારતીય ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ અંગે બેઠક પણ કરી હતી.
ADVERTISEMENT
Assembly Election Date 2024 Announcement : ભારતીય ચૂંટણી પંચે આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરાયો છે. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના અધિકારીઓ સાથે આ અંગે બેઠક પણ કરી હતી.
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી કાર્યક્રમ
- જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાશે
- જમ્મુ કાશ્મીરમાં 18, 25 અને 1 ઓક્ટોબરના મતદાન યોજાશે
- જમ્મુ કાશ્મીરમાં 4 ઓક્ટોબરના રોજ મતગણતરી થશે
હરિયાણા વિધાનસભા ચૂંટણી ચૂંટણી કાર્યક્રમ
- હરિયાણામાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે
- હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન યોજાશે
- હરિયાણામાં 4 ઓક્ટોબરે મતગણતરી થશે
મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન થઈ
મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત ન યોજવા અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તેથી મહારાષ્ટ્રમાં ચૂંટણી યોજવા અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અનેક તહેવારો પણ આવે છે. પિતૃ પક્ષ, નવરાત્રિ, દશેરા અને દિવાળી આવશે, તેથી હજુ સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી નથી.
સીમાંકન પછી પ્રથમ વખત J&Kમાં ચૂંટણી
સીમાંકનનું કામ પૂર્ણ ન થવાને કારણે જમ્મુ-કાશ્મીરમાં લાંબા સમયથી વિધાનસભાની ચૂંટણી થઈ શકી નથી. મે 2022 ના સીમાંકન પછી, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની સીટોની સંખ્યા હવે વધીને 90 થઈ ગઈ છે. આ રીતે જમ્મુની 43 અને કાશ્મીરની 47 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. 2014 માં, 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં જમ્મુની 37 બેઠકો અને કાશ્મીર ખીણની 46 બેઠકો ઉપરાંત લદ્દાખની 6 બેઠકો હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીનગરમાં મતદાને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશની અન્ય સીટો પર પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT