LG નહીં, ચૂંટાયેલી સરકાર છે દિલ્હીની બોસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
દિલ્હી: મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નરના મામલામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર પાસે અધિકારીઓની પોસ્ટ અને ટ્રાન્સફરનો અધિકાર હોવો…
ADVERTISEMENT
દિલ્હી: મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નરના મામલામાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટો નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર પાસે અધિકારીઓની પોસ્ટ અને ટ્રાન્સફરનો અધિકાર હોવો જોઈએ. મતલબ કે લેફ્ટનન્ટ ગવર્નર નહીં પરંતુ મુખ્યમંત્રી દિલ્હીના અસલી બોસ હશે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
મુખ્ય ન્યાયાધીશે બંધારણીય બેંચનો ચુકાદો આપતાં કહ્યું કે દિલ્હી સરકારની શક્તિઓને મર્યાદિત કરવા માટે કેન્દ્રની દલીલો સાથે વ્યવહાર કરવો જરૂરી છે. NCTD એક્ટની કલમ 239aa અધિકારોની ખૂબ જ વિશાળ શ્રેણીને વ્યાખ્યાયિત કરે છે. 239aa વિધાનસભાની સત્તાઓને પણ યોગ્ય રીતે સમજાવે છે. જેમાં ત્રણ વિષયોને સરકારના અધિકારક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે. CJIએ કહ્યું, આ તમામ જજોની સહમતિથી બહુમતીનો નિર્ણય છે. આ માત્ર સેવાઓ પર નિયંત્રણની બાબત છે. અધિકારીઓની સેવાઓ પર કોનો અધિકાર છે? CJIએ કહ્યું, અમારી સામે સીમિત મુદ્દો એ છે કે કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં સેવાઓ પર કોનું નિયંત્રણ રહેશે? 2018નો ચુકાદો આ મુદ્દે સ્પષ્ટતા પ્રદાન કરે છે પરંતુ કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલી દલીલોનો સામનો કરવો જરૂરી છે. કલમ 239AA વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી વિધાનસભાના સભ્યો, અન્ય વિધાનસભાની જેમ, સીધા લોકો દ્વારા ચૂંટાય છે. લોકશાહી અને સંઘીય માળખાનું સન્માન સુનિશ્ચિત કરવું જોઈએ. જો કે, કોર્ટે નોંધ્યું હતું કે કલમ 239AA દિલ્હી વિધાનસભાને ઘણી સત્તાઓ આપે છે, પરંતુ કેન્દ્ર સાથે સંતુલન જાળવવામાં આવ્યું છે. દિલ્હીની બાબતોમાં પણ સંસદની સત્તા છે.
ADVERTISEMENT
શું છે મામલો?
આ નિર્ણય દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને તેમની બદલીના અધિકારની માંગ કરતી દિલ્હી સરકારની અરજી પર આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય દિલ્હીમાં વહીવટી સેવાઓને નિયંત્રિત કરવાના અધિકાર સાથે પણ સંબંધિત હશે. કોર્ટે 18 જાન્યુઆરીએ આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી સરકારની દલીલ એવી છે કે કેન્દ્ર વાસ્તવમાં તેની અને સંસદ વચ્ચેના અંતરને ખતમ કરવા માંગે છે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે દુનિયાએ દિલ્હી જોવું પડશે એટલે કે ભારતને જોવું પડશે. તેમણે કહ્યું કે તે રાષ્ટ્રીય રાજધાની હોવાથી, તે જરૂરી છે કે કેન્દ્ર પાસે તેના વહીવટ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિયંત્રણ પર વિશેષ સત્તા હોય. કેન્દ્ર સરકારે 2021માં ગવર્નમેન્ટ ઑફ NCT ઑફ દિલ્હી એક્ટ (GNCTD એક્ટ) પસાર કર્યો હતો. આમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને કેટલીક વધુ સત્તાઓ આપવામાં આવી હતી. આ કાયદા વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આમ આદમી પાર્ટીએ ઘણી વખત કેન્દ્ર સરકાર પર લેફ્ટનન્ટ ગવર્નરનો ઉપયોગ કરીને ચૂંટાયેલી સરકારના કામકાજમાં અવરોધ લાવવાનો આરોપ લગાવ્યો છે.
રાઘવ ચઢ્ઢાએ જાણો ટ્વિટ કરી શું કહ્યું
ત્યારે આ સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈ રાઘવ ચઢ્ઢાએ ટ્વિટ કર્યું અને કહ્યું કે સત્યમેવ જયતે, માનનીય સુપ્રીમ કોર્ટના આજના નિર્ણયનું સ્વાગત છે. આ નિર્ણય લોકશાહીની જીત છે, દરેક દિલ્હીવાસીઓની જીત છે. કેજરીવાલજી અને દિલ્હીની જનતાના સંઘર્ષનું ફળ મળ્યું. દિલ્હી દિલ્હીવાસીઓ દ્વારા ચલાવવામાં આવશે, એલજી જેવા લોકો નહીં જેમને પેરાશૂટથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
सत्यमेव जयते🙏
माननीय सुप्रीम कोर्ट के आज के फ़ैसले का स्वागत। ये फ़ैसला लोकतंत्र की जीत है, हर एक दिल्ली वासी की जीत है।
केजरीवाल जी और दिल्ली की जनता का संघर्ष रंग लाया..
दिल्ली को दिल्ली वाले चलाएंगे, पैराशूट से उतारे गये LG जैसे लोग नहीं
— Raghav Chadha (@raghav_chadha) May 11, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT