દેશભરમાં ઈદની ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રપતિ મુર્મુ અને વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી: દેશભરમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર દેશવાસીઓને…
ADVERTISEMENT
નવી દિલ્હી: દેશભરમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈદ પવિત્ર રમઝાન મહિનાના અંતને ચિહ્નિત કરે છે. ઈદ એ પ્રેમ અને કરુણાની લાગણીઓ વહેંચવાનો તહેવાર છે. તહેવાર આપણને એકતા અને પરસ્પર સમરસતાનો સંદેશ આપે છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે દરેકને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે સંકલ્પ લેવા જણાવ્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઈદ સંવાદિતાની ભાવનાથી છવાયેલી છે, જે આપણને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પ્રેરણા આપે છે. હું ઈદ-ઉલ-ફિત્રના અવસર પર ભારત અને વિદેશના તમામ નાગરિકોને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
પીએમ મોદીએ પણ પાઠવી શુભકામના
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારે પીએમ મોદીએ વિશ્વભરના લોકો માટે શાંતિ, સ્વાસ્થ્ય અને ખુશીની કામના કરી હતી. પીએમએ કહ્યું કે ભારતના લોકો વતી હું તમને અને બાંગ્લાદેશના લોકોને ઈદની શુભેચ્છા પાઠવું છું. વડા પ્રધાન મોદીએ કહ્યું કે રમઝાન દરમિયાન વિશ્વભરના મુસ્લિમો ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે. ઈદ-ઉલ-ફિત્રના શુભ અવસર પર વિશ્વના લોકો એકતાના મૂલ્યોને સાકાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
ગાર્ડ ઓફ ચેન્જ સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં
ઈદના કારણે 22 એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડમાં કોઈ ફેરફાર થશે નહીં. આ એક સૈન્ય પરંપરા છે, જે દર અઠવાડિયે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે ઈદ નિમિત્તે ગેઝેટેડ રજાના કારણે આ શનિવારે (22 એપ્રિલ, 2023) રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ યોજવામાં આવશે નહીં.
BSF દ્વારા બાંગ્લાદેશના જવાનોને પાઠવી શુભકામના
મેઘાલયમાં તૈનાત ભારતીય બોર્ડર ફોર્સ (BSF)ના જવાનોએ બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અલગ-અલગ પોઈન્ટ પર બાંગ્લાદેશી સૈનિકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ પણ શુભકામના પાઠવી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે તમામ દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્ર મુબારક.
ADVERTISEMENT
ADVERTISEMENT