VIDEO: NEET માં ગડબડ આખરે સરકારે સ્વીકારી, શિક્ષણ મંત્રી કહ્યું- 'કોઈને છોડવામાં નહીં આવે'

ADVERTISEMENT

NEET paper leak
NEET paper leak
social share
google news

NEET paper leak: NEET ના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની વાત કરી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, સરકાર પરીક્ષામાં ભૂલ ન થાય તે માટે પ્રતિબદ્ધ છે. સરકાર તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જઈ રહી છે. કમિટી NTA પર ભલામણો આપશે. વિદ્યાર્થીઓનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે. આમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સરકાર કોઈપણ ગુનેગારને છોડશે નહીં.

ઉચ્ચ સ્તરીય સમિતિની રચના  કરવામાં આવશે: શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી રહી છે, જે NTA માળખું, પારદર્શિતા અને સુધારા પર કામ કરશે. તેમણે કહ્યું કે NTA જે રીતે કામ કરે છે તેમાં ઝીરો એરર છે. હું દરેકને વિનંતી કરું છું કે આ મુદ્દે અફવા ન ફેલાવો. કોઈ ખોટી કોમેન્ટ ના કરો. અમે કોઈપણ પ્રકારના સુધારા માટે તૈયાર છીએ.

આ મામલે રાજકારણ ન કરવા કરી અપીલ

UGC-NET પરીક્ષા અંગે, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે I4C એ બપોરે 3 વાગ્યે રિપોર્ટ કર્યો કે પરીક્ષાના પેપર ડાર્ક વેબ પર લીક થયા છે. જ્યારે અમે તેની સરખામણી કરી તો અમને જાણવા મળ્યું કે પ્રશ્નપત્ર સમાન હતા. તેમણે કહ્યું કે, લીક થયેલા પ્રશ્નપત્ર ટેલિગ્રામ પર હતા,  અમે કાયદો બનાવીશું, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયની સંસ્થા (I4C-ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર) એ ડાર્ક નેટ પર લીક થવા અંગે વિગતવાર માહિતી આપી છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT