જેકલીન ફર્નાન્ડીઝ સામે ઈડીનું એક્શન, મોંઘી ગિફ્ટ અને લક્ઝરી કારના કારણે મુશ્કેલીમાં ફસાઈ એક્ટ્રેસ!

ADVERTISEMENT

Jacqueline Fernandez
જેકલીન ફર્નાન્ડીઝ સામે ઈડીનું એક્શન
social share
google news

Jacqueline Fernandez Money Laundering Case:  બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. ઠગ સુકેશ ચંદ્રશેખરથી તેનો પીછો નથી છૂટી રહ્યો.ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ફરી એકવાર જેકલીનને સમન્સ પાઠવ્યું છે. વાસ્તવમાં સુકેશ ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવતા કથિત ખંડણી રેકેટ સંબંધિત મની લોન્ડ્રરિંગ કેસ હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, હાલ સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં બંધ છે. તેણે જેકલીનને ખૂબ જ મોંઘી ગિફ્ટ અને લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ED સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું છે કે તપાસ એજન્સીને મની લોન્ડ્રિંગ કેસમાં કેટલાક નવા પુરાવા મળ્યા છે, જેની પુષ્ટિ કરવા માટે એક્ટ્રેસને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે.

EDએ અભિનેત્રીને શા માટે સમન્સ પાઠવ્યું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુકેશ ચંદ્રશેખર સંબંધિત 200 કરોડ રૂપિયાના કેસમાં તપાસમાં સામેલ થવા માટે ED બુધવારે મુંબઈ પહોંચી છે. આ વચ્ચે EDએ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને આજે બુધવારે EDની ઓફિસમાં હાજર થવા માટે સમન્સ પાઠવ્યું છે. ED સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે, મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ એજન્સીને કેટલાક નવા પુરાવા મળ્યા છે. EDએ આ મામલાની તપાસ માટે જેકલીન ફર્નાન્ડિસને સમન્સ પાઠવ્યું છે, જેથી આ પુરાવાની પુષ્ટિ થઈ શકે.

અગાઉ પણ પૂછપરછ કરી ચૂકી છે ED

તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હોય. આ પહેલા પણ તેને ઘણી વખત EDની પૂછપરછનો ભાગ બનવું પડ્યું હતું. અહેવાલો અનુસાર, અભિનેત્રી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ હેઠળ ઘણા સમય પહેલા ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચૂકી છે. એટલું જ નહીં, તપાસ દરમિયાન તપાસ એજન્સીએ તેની જંગમ સંપત્તિ (ફિક્સ્ડ ડિપોઝિટ) જપ્ત કરી લીધી છે. EDનું કહેવું છે કે જેકલીનને સુકેશ ચંદ્રશેખર દ્વારા ચલાવવામાં આવતા મની લોન્ડ્રિંગની પહેલાથી જ જાણ હતી. 

ADVERTISEMENT

મોંઘી ગિફ્ટ્સ અને લક્ઝરી કાર આપી 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ વિશે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે સુકેશ ચંદ્રશેખર પાસેથી ઘણી મોંઘી ગિફ્ટ્સ અને લક્ઝરી કાર લીધી હતી. તે ગિફ્ટ ગુનાની આવકથી ખરીદવાનો આરોપ છે. ED સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે EDની પૂછપરછ દરમિયાન જેક્લીને સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. તેણે પોતાને પીડિત ગણાવી હતી. જ્યારે EDએ કહ્યું કે અભિનેત્રી તેના નિવેદનની પુષ્ટિ કરવા માટે પુરાવા આપવામાં નિષ્ફળ રહી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT