Mamta Banerjee’s News: મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકને EDએ મોકલ્યું સમન્સ, 9 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા
Abhishek Banerjee Ed Summons: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)ના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી (Abhishek Banerjee)ની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ…
ADVERTISEMENT
Abhishek Banerjee Ed Summons: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)ના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી (Abhishek Banerjee)ની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. 9 નવેમ્બરે તેની પૂછપરછ કરવામાં આવશે.
ગુરુવારે ED સમક્ષ હાજર થશે અભિષેક બેનર્જી
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ પૂછપરછમાં અભિષેક બેનર્જી સામેલ થશે. જોકે, હજુ સુધી તે જાણવા મળ્યું નથી કે તેમને કયા કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું છે.
આ પહેલા પણ મોકલવામાં આવ્યું હતું સમન્સ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ EDએ અભિષેક બેનર્જીને નોટિસ મોકલી હતી. ગત 3 ઓક્ટોબરે તેમને સ્કૂલ ભરતી કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે તેઓ દિલ્હીમાં એક વિરોધ-પ્રદર્શનમાં જવાનું હોવાથી તેઓ ઈડી સમક્ષ હાજર થયા ન હતા. તો આ પહેલા કોલસા કૌભાંડના કેસમાં અભિષેક બેનર્જીને સમન્સ મોકલવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT