Jharkhand ના મુખ્યમંત્રી Hemant soren ‘ગુમ’, શોધી રહી છે EDની ટીમ; એરપોર્ટ પર એલર્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • મુખ્યમંત્રી હેમંત સોરેનને શોધી રહી છે EDની ટીમ
  • સોમવારે દિલ્હી ખાતે આવેલા આવેલા નિવાસસ્થાને પહોંચી હતી ટીમ
  • BMW કાર જપ્ત, એરપોર્ટ પર એલર્ટ

ઝારખંડ (Jharkhand)ના મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant soren) કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ મુખ્યમંત્રી હેમંત સોરેનને શોધી રહી છે. પરંતુ રાંચીથી દિલ્હી ગયેલા હેમંત સોરેન ગુમ થઈ ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ હેમંત સોરેનના દિલ્હીના શાંતિ નિકેતન ખાતે આવેલા ઘર સહિત 3 સ્થળોએ પહોંચી હતી. આ દરમિયાન ટીમને હેમંત સોરેન મળ્યા નહતા. ટીમે તેમની ઘણી રાહ જોઈ પરંતુ તેઓ ન આવ્યા. સર્ચ વોરંટ લઈને પહોંચેલી ઈડીની ટીમે તેમના નિવાસસ્થાને દસ્તાવેજોની પણ તલાશી લીધી હતી. લગભગ 15 કલાક સુધી તપાસ કર્યા પછી EDની ટીમ લગભગ 10.30 વાગ્યે ત્યાંથી નીકળી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, EDની ટીમ કેટલાક દસ્તાવેજો અને એક BMW કાર સાથે લઈ ગઈ હતી. જે કાર EDની ટીમ પોતાની સાથે લઈ ગઈ હતી, તે HR (હરિયાણા) પાર્સિંગની છે.

એરપોર્ટના અધિકારીઓને કરાયા એલર્ટ

EDની ટીમે હેમંત સોરેનને લઈને એરપોર્ટના અધિકારીઓને પણ એલર્ટ કરાયા છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે સત્તાધારી પક્ષના ગઠબંધને ધારાસભ્યોને તેમની બેગ અને સમાનની સાથે રાંચીમાં એક જગ્યાએ એક્ઠા થવા માટે કહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે.

સોરેને ધારાસભ્ચોને બોલાવ્યા રાંચીઃ નિશિકાંત દુબે

આ દરમિયાન ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મુખ્યમંત્રી હેમંત સોરેન પર નિશાન સાધ્યું છે. દુબેએ કહ્યું છે કે, હેમંત સોરેને જેએમએમ અને કોંગ્રેસની સાથે જ સહયોગી ધારાસભ્યોને સામાન અને બેગ સાથે રાંચી બોલાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, તેમની માહિતી મુજબ કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ આવ્યો છે.

ADVERTISEMENT

બે દિવસ પહેલા દિલ્હી જવા રવાના થયા હતા સોરેન

વાસ્તવમાં, હેમંત સોરેન શનિવારે (27 જાન્યુઆરી) મોડી રાત્રે અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેમણે ચાર્ટર ફ્લાઇટમાં ઉડાન ભરી હતી. ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેઓ કેટલીક રાજકીય બેઠકો કરવા દિલ્હી ગયા હતા. ત્યાં તેઓ કાયદાકીય સલાહ પણ લેશે. આ પહેલા ઈડીએ તેમને 10મું સમન્સ મોકલ્યું હતું અને 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે હાજર થવા જણાવ્યું હતું. જો તેઓ ઈડી સમક્ષ હાજર નહીં થાય તો એજન્સી તેમના ઘરે જઈને પૂછપરછ કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT