કેજરીવાલનો આઈફોન અનલોક કરાવવા માટે Apple ની પાસે પહોંચી ED, જાણો કંપનીએ શું કહ્યું?
Delhi CM Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા એક સપ્તાહથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે અને તેમને ઘણા સવાલો પણ પૂછવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
CM કેજરીવાલ 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં
અરવિંદ કેજરીવાલને રાખવામાં આવશે તિહાર જેલમાં
અરવિંદ કેજરીવાલનો ફોન લઈને ઈડી પહોંચી એપલ પાસે
Delhi CM Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા એક સપ્તાહથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે અને તેમને ઘણા સવાલો પણ પૂછવામાં આવી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં અનુસાર, તપાસ દરમિયાન એક પડકાર સામે આવ્યો છે, જેમાં ED અરવિંદ કેજરીવાલનો ફોન ખોલવામાં સક્ષમ નથી.
EDએ Apple સાથે સંપર્ક કર્યો
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરીવાલે પોતાના iPhone ને Switch Off કરી દીધો છે અને તેઓ તેનો પાસવર્ડ કોઈને જણાવી રહ્યા નથી. આ પછી ઈડીએ ફોનમાં હાજર ડેટાને એક્સેસ કરવા માટે Apple સાથે સંપર્ક કર્યો અને તેમની મદદ માંગી
આઈફોન હાઈ સિક્યોરિટીના કારણે ચર્ચામાં
આઈફોન પોતાની હાઈ સિક્યોરિટીના કારણે ઘણી ચર્ચામાં રહે છે. Android સ્માર્ટફોન કરતાં iPhones વધુ સુરક્ષિત હોવાનું કહેવાય છે. સાથે જ પાસવર્ડ વિના iPhoneના ડેટાને એક્સેસ કરી શકાતો નથી.
ADVERTISEMENT
Apple એ EDને શું આપ્યો જવાબ?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જ્યારે EDએ એપલનો સંપર્ક કર્યો અને અરવિંદ કેજરીવાલનો ફોન ખોલવા માટે મદદ માંગી તો કંપનીએ કહ્યું કે ડેટા એક્સેસ કરવા માટે પાસવર્ડ જરૂરી છે. EDને કેજરીવાલના ચાર ફોન મળ્યા હતા, જે જપ્ત કરવામાં આવ્યા હતા.
15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને તિહાર જેલમાં રાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીએ મુખ્યમંત્રીની 15 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી, જેને રાઉઝ એવન્યુ કોર્ટે મંજૂર કરી હતી. કોર્ટમાં હાજર થવા માટે લઈ જવામાં આવતાં કેજરીવાલે કહ્યું, "પીએમ જે કંઈ પણ કરી રહ્યાં છે, તે બરાબર નથી કરી રહ્યાં."
ADVERTISEMENT
ADVERTISEMENT