Pakistan Election: 42 અરબ રૂપિયાનો ખર્ચ… કોઈ પણ જીતે? આ ચૂંટણીથી પાકિસ્તાન થઈ જશે વધુ બરબાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • પાકિસ્તાન ચૂંટણી પાછળ થયો ધરખમ ખર્ચ 
  • ચૂંટણીમાં ભારે ખર્ચથી દેશ પર આર્થિક દબાણ વધશે
  • ઈલેક્શન 2024 ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી બનશે 
Most Expensive Election in Pakistan:  પાકિસ્તાનની હાલત  (Pakistan Economy) પહેલેથી જ ખરાબ ચાલી રહી છે. આ વચ્ચે સામાન્ય ચૂંટણી  (General Election in Pakistan)માં ખર્ચ કરવામાં આવેલ જંગી રકમના આંકડા સામે આવ્યા છે. સામાન્ય નાગરિકો પર વીજળી અને અન્ય પ્રકારના ટેક્સ લાદીને પાકિસ્તાન સામાન્ય ચૂંટણીઓ કરાવવામાં આવી છે, જેની સીધી અસર જનતા પર પડી છે. ભલે  IMF તરફથી પાકિસ્તાનને લોન (Pakistan Debt) મળી હોય, પરંતુ આ ચૂંટણીમાં ભારે ખર્ચથી દેશ પર આર્થિક દબાણ વધશે, જેમાંથી બહાર આવવું સરળ નહીં હોય.

ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી

પાકિસ્તાન ઈલેક્શન કમિશનના આંકડા મુજબ, સામાન્ય ચૂંટણી 2024 ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી બનવા (Most Expensive Election in Pakistan) જઈ રહી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (Pakistan Election Commission)નો અંદાજ છે કે દેશમાં ચૂંટણી પાછળ 42 અરબ રૂપિયા ખર્ચ થશે, જે ગત સામાન્ય ચૂંટણી કરતાં 26 ટકા વધુ છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ARY અનુસાર, જો સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓને સામેલ કરવામાં આવે તો કુલ ખર્ચનો અંદાજ (Estimate of Pakistan Election Expenses) 49 અરબ રૂપિયા સુધી પહોંચી શકે છે.

ક્યાં થયો સૌથી વધારે ખર્ચ?

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી (Election in Pakistan) 8મી ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને આજે તેના પરિણામો આવી રહ્યા છે. સામાન્ય ચૂંટણીઓ માટે શરૂઆતી બજેટ 42 અરબ રૂપિયા રાખવામાં આવ્યું હતું. ચૂંટણીના બજેટમાં મોટાભાગનો ખર્ચ બેલેટ પેપર છાપવા, સુરક્ષા માટે એજન્સીઓની તૈનાતી અને મતદાન સ્ટાફના ચૂકવવા પાછળ ખર્ચવામાં આવ્યો છે.

પાકિસ્તાન પર કેટલું દેવું છે?

પાકિસ્તાનમાં ચૂંટણી પર જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેના કરતા ઘણું વધારે દેવું છે. પાકિસ્તાને માત્ર IMF પાસેથી માત્ર 3 અરબ ડૉલરની લોન માંગી છે, જેમાંથી તેને 1.9 અરબ ડૉલર મળી ચૂક્યા છે અને 1.2 અરબ ડૉલર બાકી છે. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, 30 જૂન, 2023 સુધી પાકિસ્તાન પર દેવું  (Debt on Pakistan) અને દેવાદારી 56.21 ટ્રિલિયન હતી, ત્યારબાદ IMFએ 70 કરોડ ડોલરની લોન આપી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT