ઉદ્ધવ ઠાકરને મોટો ઝટકો, ચૂંટણી પંચે શિવસેનાના ચૂંટણી ચિહ્ન ‘ધનુષ-બાણ’ના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ચૂંટણી પંચે શિવસેનાના (Shiv Sena) નામ અને સિંબોલ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેથી 3 નવેમ્બરે થનારા અંધેરી પૂર્વની પેટાચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથમાંથી કોઈપણ ‘શિવસેના’ માટે આરક્ષિત ‘ધનુષ અને બાણ’ના ચિહ્નનો ઉપયોગ નહીં કરી શકે. બંને જૂથને 10 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીમાં પોત-પોતાના ચૂંટણી ચિહ્ન આયોગમાં રજૂ કરવા પડશે. બંને પક્ષો ફ્રી સિમ્બોલમાંથી પોતાની પસંદ પ્રાથમિકતાના આધારે બતાવી શકશે. જોકે આયોગે બંને જૂથોને એટલી છૂટ આપી છે કે તેઓ ઈચ્છે તો પોતાના નામની સાથે સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. જોકે આયોગ પાસે નામ અને ફ્રી સિમ્બોલ્સમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિકતાના આધારે જણાવવા જ પડશે.

ઉદ્ધવ-શિંદે જૂથમાં બે ભાગ પડ્યા હતા
8 ઓક્ટોબરે પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું કે, શિવસેના ધનુષ અને બાણ ચૂંટણી ચિહ્ન સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત પાર્ટી છે. શિવસેનાના સંવિધાન મુજબ ટોચ સ્તર પર પાર્ટીમાં એક પ્રમુખ અને એક રાષ્ટ્રીય કાર્યકારિણી છે. આયોગે આગળ કહ્યું, 25 જૂન 2022એ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેસાઈએ આયોગને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો દ્વારા પાર્ટી વિરોધી પ્રવૃત્તિ વિશે જાણ કરાઈ હતી. તેમણે શિવસેના અથવા બાલાસાહેબના નામનો ઉપયોગ કરીને કોઈપણ રાજકીય પાર્ટીની સ્થાપના માટે આપત્તિ દર્શાવી હતી.

શિવસેનાના ચૂંટણી ચિહ્ન માટે બંને જૂથ સુપ્રીમ કોર્ટ ગયા હતા
આયોગે કહ્યું કે, આ બાદ અનિલ દેસાઈએ 1 જુલાઈ 2022એ મોકલેલા ઈમેઈલમાં 30 જૂન 2022એ જારી કરેલા 3 પત્ર જોડેલા હતા. જેમાં આ ઉલ્લેખ કરાયો હતો કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિમાં સામેલ થનારા ચાર સદસ્યોએ સ્વેચ્છાએ પાર્ટી છોડી દીધી છે, આથી સદસ્યોને શિવસેના નેતાના ઉપનેતા પદથી હટાવી દેવામાં આવે છે. જેમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, તાંજી સાવંત અને ઉદય સામંત સામેલ હતા. સાથે જ કહેવાયું હતું કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ છે. આ બાદ એકનાથ શિંદે જુથ તરફથી શિવસેનાના સિમ્બોલ પર દાવો કરાયો હતો. બંને પક્ષ તરફથી આયોગમાં દાવા રજૂ કરાયા હતા. એવામાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, પરંતુ કોર્ટે તેના પર સુનાવણી કરતા અંતિમ નિર્ણય ચૂંટણી પંચ પર છોડી દીધો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT