હવે થશે આર-પારની લડાઇ! ઇઝરાયલની સેના યુદ્ધના 17 માં દિવસે ગાઝામાં ઘુસી
નવી દિલ્હી : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થતાની સાથે જ સોમવારે 17 મો દિવસ શરૂ થઇ ચુક્યો છે. બીજી તરફ ઇઝરાયેલની સેના ગાઝા…
ADVERTISEMENT
નવી દિલ્હી : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થતાની સાથે જ સોમવારે 17 મો દિવસ શરૂ થઇ ચુક્યો છે. બીજી તરફ ઇઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં ઘુસી ગઇ છે. જો કે ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે, તેમની આર્મીએ હજી સુધી ગાઝા પટ્ટી પર સીમિત હુમલા કર્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે, હમાસના ફાઇટરોનો મુકાબલો કરવા માટે આઇડીએફએ આખી રાત ગાઝા પટ્ટી પર સીમિત હુમલા કર્યા છે. તેની સાથે જ હમાસના અનેક સ્થળો પર સતત હવાઇ હુમલા થઇ રહ્યા છે. આઇડીએફનું સંપુર્ણ ફોકસ હમાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવા પર છે.
ઇઝરાયેલી સેનાના ચીફ પ્રવક્તાએ બ્રીફિંગ રજુ કર્યું
ઇઝરાયેલી સેનાના ચીફ પ્રવક્તા રિયલ એડમિરલ ડેનિયલ હગારીએ સોમવારે ટેલીવિઝન બ્રીફિંગમાં કહ્યું કે, સાત ઓક્ટોબરના હુમલામાં હમાસે અનેક લોકોને બંધક બનાવ્યા છે. હાલ 222 લોકોને બંધ બનાવવામાં આવ્યા હોવાની પૃષ્ટિ થઇ છે. તેમણે કહ્યું કે, તેમની ભુમીગત જમીન અને ટેંકોની મદદથી હમાસના લડાકુઓ પર હુમલા કર્યા. હગારીએ કહ્યું કે, હમાસ યુદ્ધમાં આગલા પગલાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં અમારુ ફોકસ ઇન્ટેલિજન્સને મળેલી માહિતીના આધારે ગુમ થયેલા લોકોને અને બંધકોને માહિતી મેળવવાનું પણ છે.
હમાસ દ્વારા ઇઝરાયેલી સેનાની કમર તોડી નંખાયાનો દાવો
બીજી તરફ હમાસનું કહેવું છે કે, તેમના ફાઇટરે ઇઝરાયેલી સેનાના અનેક હથિયારોને નષ્ટ કરી દીધા હતા અને પાછળ હટાવવા માટે મજબુર કર્યા હતા. હમાસે પોતાનાં નિવેનદમાં કહ્યું કે, તેમના લડાકુઓએ ઘુસણખોરી કરનારી સેના સામે મુકાબલો કર્યો. બે બુલડોઝર અને એક ટેંકને પણ નષ્ક કરી દીધી અને બેઝ પર સુરક્ષીત પરત ફરતા પહેલા જ સેનાને પાછળ હટવા માટે મજબુર કરી દીધા. જો કે હજી સુધી ઇઝરાયેલની તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા નથી આવી.
ADVERTISEMENT
હમાસ આર્મ્ડ વિંગના કમાન્ડરે કર્યો ચોંકાવનારો દાવો
હમાસની આર્મ્ડ વિંગના ઇઝ અલ દીન કાસમે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું કે, તેમની સેના દક્ષિણી ગાઝાના ખાન યૂનિસમાં બખ્તરબંધ ફોર્સની સાથે લડી રહ્યા છે. આ પ્રકારના હુમલા પરથી ખબર પડે છે કે, આતંકવાદી ક્યાં-ક્યાં એકત્ર થાય છે. તેઓ યુદ્ધને વધારે આક્રમક કરવા માટે કાવત્રા રચી રહ્યા છે અને અમારું કામ તેમને રોકવાનું છે.
ઇઝરાયેલી સેનાએ 320 કરતા વધારે સ્થળોને નિશાન બનાવ્યા
બીજી તરફ ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે, ગત્ત 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં હમાસના 320 કરતા વધારે સ્થળો પર નિશાન બનાવવામાં આવ્યા છે. જે આતંકવાદી સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે, તેમાં સુરંગો અને ડઝન ઓપરેશનલ કમાંડ સેન્ટરનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT