મહારાષ્ટ્રમાં મોબ લિન્ચિંગની ઘટના, ત્રણ શીખ બાળકોને ઢોર માર મરાયો, એકનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઇ : મહારાષ્ટ્રના પરભણી વિસ્તારમાં મોબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. અહીં ગામલોકોએ શીખ સમુદાયના ત્રણ બાળકોને બકરી ચોર સમજીને માર માર્યો હતો. આ ઘટનામાં એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના પરભણીથી એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ટોળાએ શીખ સમુદાયના ત્રણ બાળકોને ચોર સમજીને માર માર્યો હતો. જેમાંથી એક 14 વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે પોલીસે બેને બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે કુલ 9 લોકો સામે ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અકરમ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્રના પરભણી તહસીલના ઉખલાદ ગામમાં, બકરી ચોરીની શંકાના આધારે ટોળા દ્વારા ત્રણ સગીરોને માર મારવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેયને બચાવી લીધા.

જેમાંથી એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના શનિવાર મોડી રાતની છે. ત્રણેયની ઓળખ કિરપાનસિંહ ભોંડ, ગોરાસિંગ ટાક અને અરુણસિંહ ટાક તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બાઇક પર જઇ રહ્યા હતા. ગ્રામજનોએ ત્રણેયને ચોર સમજીને માર માર્યો હતો. પોલીસે બાળકોને ટોળામાંથી બચાવ્યા હતા. ગામવાસીઓએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય સગીરોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન કૃપાસિંહ ભોંડનું મોત થયું હતું.

ADVERTISEMENT

મોબ લિંચિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે.સુખબીર બાદલનું ટ્વીટ બીજી તરફ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. સુખબીર સિંહ બાદલે ટ્વીટ કર્યું, ‘મહારાષ્ટ્રમાં ત્રણ શીખ સગીરોની અમાનવીય અને નિર્દયતાથી હત્યાથી સમગ્ર સમુદાય આઘાતમાં છે. પહેલેથી જ પીડિત શીખ સમુદાય સામે ઘોર અને અક્ષમ્ય આક્રોશ. મહારાષ્ટ્રના સીએમ ઓફિસ, ડીજીપી અને રાજ્યપાલને ટેગ કરીને તેમણે લખ્યું, ‘દોષિતોને સજા સુનિશ્ચિત કરવી જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT