બોલિવુડમાં કોઇની આઇટમ કે માલ નહી બનો તો ક્યારે પણ સફળતા નહી મળે: તનુશ્રી દત્તા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : અભિનેત્રી તનુશ્રી દત્તાએ ફિલ્મ આશિક બનાયા આપને ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. જો કે છેલ્લા 12 વર્ષથી તે એક પણ ફિલ્મમાં જોવા મળી નથી. જો કે હાલમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન તનુશ્રીએ જણઆવ્યું કે, બોલિવુડમાં કેટલીક ગેંગ કામ કરે છે. જો તમે તેને તાબે ન થાઓ તો તે તમને ક્યારે પણ સફળ નહી થવા દે અને સતત તમને નિશાન બનાવશે. ખાસ કરીને જેઓ હિન્દી બેલ્ટથી દુરના છે તેમને ખાસ નિશાન બનાવે છે. બોલિવુડ અંગે તેણે કહ્યું કે, અહીં મારી એન્ટ્રી માત્ર મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતવાના કારણે થઇ હતી. બોલિવુડમાં પ્રતિભા અને સુંદરતા કરતા મહત્વનું છે કે તમે કઇ ગેંગમાં છે. અહીં ચોક્કસ ગ્રુપમાં હોવું ખુબ જ જરૂરી છે.

જો તમે કોઇ ચોક્કસ ગ્રુપમાં નથી તો તમારી તમામ આવડત નકામી છે
જો તમે કોઇ ગ્રુપમાં નથી તો તમને તમામ ગ્રુપના લોકો પહેલા પોતાના ગ્રુપમાં લેવા માટે પ્રયાસ કરશે અને નિષ્ફળ થશે તો ટાર્ગેટ કરશે. તેવામાં તમારી સંપુર્ણ એનર્જી તે ગ્રુપથી બચીને રહેવામાં અને કામ કેવી રીતે મેળવવું તેમાં જ ખર્ચાઇ જાય છે. અહીં બોલિવુડમાં જો તમે કોઇ ગ્રુપમાં નથી તો તમને લંકામાં રહેલા સીતા માતા જેવો અનુભવ થશે. તમને વિચારશો કે ક્યારે કોઇ આવે અને તમને મુક્ત કરાવે. મે મારુ આખુ જીવન વિતાવ્યું છે. 20 વર્ષ બોલિવુડમાં કામ કર્યું છે. જો પહેલાથી જ ખબર હોત કે આવું બધુ ચાલે છે તો હું અહી બિલકુલ ન આવત. જો તમારો સંપર્ક રાજકારણ, ગુંડા પ્રકારના લોકો સાથે હશે તો જ તમને સફળતા મળશે.

પ્રમાણિક છો અને ખોટી પ્રશંસા નથી આવડતી તો ક્યારે પણ સફળતા નહી મળે
જો તમે પ્રામાણિક છો, કોઇની ખોટી ખોટી પ્રશંસા કરતા ન આવડતું હોય તો તમે બોલિવુડમાં ક્યારે પણ નહી ચાલો. તમે અહીં કોઇની આઇટમ અથવા ગર્લફ્રેન્ડ નહી બનો તો બોલિવુડમાં ટકવું મુશ્કેલ છે. #METOO મુવમેન્ટ સમયે પણ મારી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સો અને જુથો બન્યા હતા. આ ટોળકી તમારુ જીવન હરામ કરી નાખે છે. તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવશે.પોલીસ ફરિયાદ કરીને તમારી જાત સિદ્ધ કરવામાં જ તમારુ જીવન ખર્ચાઇ જાય છે. તમે માનસિક રીતે પરેશાન થઇ જાઓ છો.

ADVERTISEMENT

હું હાલ આધ્યાત્મ સાથે શાંતિપુર્વક જીવન પસાર કરી રહી છું
આ અંગે તનુશ્રીએ કહ્યું કે, હું આધ્યાત્મ સાથે જોડાઇ ચુકી છું. અહીં મને ખુબ જ માનસિક શાંતિ મળી રહી છે. જો હું યોગ્ય સમયે બોલિવુડથી આધ્યાત્મ તરફ નવળી હોત તો મારી સ્થિતિ પણ સુશાંતસિંહ રાજપુત જેવી થઇ હોત. હાલ તો આ યુદ્ધમાં સંયમની જરૂર છે. રાવણની લંકા ચોક્કસ બળીને ખાખ થશે. માત્ર કોઇ હનુમાનજીની રાહ છે.

    follow whatsapp

    ADVERTISEMENT