દેશમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 20,408 લોકો થયા સંક્રમિત
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય…
ADVERTISEMENT
ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય કર્મચારીઓને સતત વેકસીનેશન અને ટેસ્ટિંગ ડ્રાઈવ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. જેથી કોરોના વાયરસ સામે લડવામાં સરળતા રહે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરવામાં આવે તો દેશમાં કોરોનાના 20,408 નવા કેસ નોંધાયા છે, જેના કારણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,43,384 પર પહોંચી ગઈ છે.
હાલમાં દેશમાં રિકવરી રેટ 98.48 ટકા છે. જ્યારે એક્ટિવ કેસ 0.33 ટકા છે. જો આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 20,958 લોકો કોરોનાથી સાજા થયા છે. સાજા થયેલા લોકોની સંખ્યા 4,33,30,442 પર પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 54 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક વધીને 5,26,312 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વેક્સિનના 33,87,173 ડોઝ આપવામાં આવ્યા છે, જેનાથી દેશમાં કોરોના વેક્સિન આપવાનો આંકડો 203.94 કરોડ થઈ ગયો છે.
હાલમાં દેશમાં દૈનિક પોઝિટીવીટી રેટ 5.05 ટકા છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવીટી રેટ 4.92 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,04,399 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT