ગણતંત્ર દિવસી આગલી સાંજે મણિપુરમાં વિસ્ફોટ, અમદાવાદમાં વિસ્ફોટની ધમકી આપનારા ઝડપાયા
નવી દિલ્હી : ગણતંત્ર દિવસ સમારોહના એક દિવસ પહેલા બુધવારે મણિપુરમાં વિસ્ફોટથી અફડા તફડી મચી હતી. વિસ્ફોટ ઉકરુલ શહેરમાં સાંજે 5.30 વાગ્યે થયો હતો. જ્યાં…
ADVERTISEMENT
નવી દિલ્હી : ગણતંત્ર દિવસ સમારોહના એક દિવસ પહેલા બુધવારે મણિપુરમાં વિસ્ફોટથી અફડા તફડી મચી હતી. વિસ્ફોટ ઉકરુલ શહેરમાં સાંજે 5.30 વાગ્યે થયો હતો. જ્યાં 3 લોકો ઘાયલ થયા છે. જ્યારે એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે. પોલીસના અનુસાર વિસ્ફોટ IED નો ઉપયોગ કરીને કરવામાં આવી શકે છે. હાલ તેની તપાસ ચાલી રહી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ બે કિલોમીટર દુર સુધી સંભળાયો હતો.
સમાચાર એજન્સીના અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણ ઘાયલો પૈકી એક 49 વર્ષીય મહિલાના પેટમાં ઇજા પહોંચી હતી. જેની સ્થિતિ ગંભીર છે. જ્યારે અન્ય બે લોકોની સ્થિતિ ખતરાની બહાર હોવાનું જણાવાઇ રહ્યું છે. તમામની સારવાર જિલ્લાની ઉખરુલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાંથી મહિલાને ઇમ્ફાલ માટે અન્ય ચિકિત્સા પ્રતિષ્ઠાનમાં રેફર કરી દેવાયા, જે લગભગ 3-4 કલાક અંતરે છે. વિસ્ફોટના કારણે રસ્તા પર એક ખાડો પડી ગયો હતો. રસ્તાના કિનારે કેટલાક વાહનોને સામાન્ય ક્ષતી થઇ હતી. અત્યાર સુધી કોઇ ઉગ્રવાદી સંગઠને જવાબદારી લીધી નથી.
બીજી તરફ ગણતંત્ર દિવસે અમદાવાદ પોલીસને એક નનામો પત્ર મળ્યો હતો. જેમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશન ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી. જેના પગલે તત્કાલ પોલીસ દ્વારા રેલવે અને પોલીસ સ્ટેશન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે કાંઇ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. જો કે તકેદારીના ભાગરૂપે તત્કાલ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT