કોમનવેલ્થ ગેમ્સ 2022: જેરેમી લાલરિનુંગાએ વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ જીત્યો; ઈજાગ્રસ્ત હોવા છતાં હાર ન માની

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પાંચમો મેડલ પ્રાપ્ત થયો છે. જેરેમી લાલરિનુંગાએ પુરુષ વેઈટલિફ્ટિંગના 67 કિલો વેઈટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જેરેમી લાલરિનુંગાએ સ્નેચમાં 140 કિલોનું વજન ઉઠાવ્યું હતું. વળી ક્લીન એન્ડ જર્કમાં તે 160 કિલો ભાર ઉઠાવવામાં સફળ રહ્યો હતો. એટલે કે તેણે ગેમ્સ રેકોર્ડ બનાવતા કુલ 300 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

ઈજાગ્રસ્ત થયો પણ હાર ન માની

જેરેમી લાલરિનુંગા ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો છતાં તે હિંમત ન હાર્યો અને દેશ માટે ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે જેરેમીએ ક્લીન એન્ડ જર્કમાં 154 કિગ્રા વજન ઉપાડ્યું ત્યારે તેને કમરમાં તકલીફ થઈ હતી. છતાં તેણે બેલેન્સ બનાવી રાખ્યું હતું પરંતુ વેઈટ ડ્રોપ કર્યા પછી તાત્કાલિક તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારપછી તેને ટેકો આપી બહાર લઈ જવો પડ્યો હતો. આ ઈવેન્ટમાં વૈપવા નેવોએ સિલ્વર અને નાઈજીરિયાનાં એ.જોસેફે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી ભારત માટે પાંચેય મેડલ વેઈટલિફ્ટરે જ જીત્યાં છે.

મીરાબાઈએ સતત બીજીવાર કોમનવેલ્થમાં જીત્યો ગોલ્ડ
મીરાબાઈ ચાનુએ 2018 કોમનવેલ્થ ગેમ્સ પછી 2022માં પણ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. આ પ્રમાણે ભારત માટે બેક ટુ બેક મેડલ જીતવાની સાથે મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારે તેણે સ્નેચમાં 88 kg વજન ઉપાડ્યું હતું. આની સાથે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં પણ મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતી ભારત દેશનું નામ રોશન કર્યું હતું.

ADVERTISEMENT

  • વેઈટલિફ્ટિંગમાં સંકેતે 55 kg વેઈટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
  • વેઈટલિફ્ટિંગમાં ગુરુરાજાએ 61 kg વેઈટ કેટેગરીમાં 269 kg વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT