કેવું રહેશે સપ્તાહ? મિથુન રાશિના જાતકોને પરિવારમાં કલહથી બચીને રહેવું
12-06-2023 થી 18-06-2023 સુધીનું રાશી ભવિષ્ય આ અઠવાડીયે ગ્રહોની ગોચર સ્થિતિ અનુસાર સૂર્ય વૃષભ/મિથુન રાશી 15.6 થી, મંગળ કર્ક રાશિ, બુધ વૃષભ રાશિ, ગુરૂ- મેષ…
ADVERTISEMENT
12-06-2023 થી 18-06-2023 સુધીનું રાશી ભવિષ્ય
આ અઠવાડીયે ગ્રહોની ગોચર સ્થિતિ અનુસાર સૂર્ય વૃષભ/મિથુન રાશી 15.6 થી, મંગળ કર્ક રાશિ, બુધ વૃષભ રાશિ, ગુરૂ- મેષ રાશિ, શુક્ર – કર્ક રાશિ, શનિ- કુંભ રાશિ, રાહુ-મેષ રાશિ, કેતુ-તુલા રાશિ, ચંદ્ર મીન રાશિથી મિથુન રાશિ.
મેષ રાશિ : આ અઠવાડીયું એકંદરે નબળું જણાય છે. આ સમયમાં લાંબા ગાળાના નિર્ણય કરવા નહી. આમ છતા સૂર્યના મિથુન રાશીમાં પ્રવેશથી કોઇની મદદથી હિંમતમાં વધારો થશે.
ADVERTISEMENT
વૃષભ રાશિ : પ્રોપર્ટી ખરીદવામાં હજી રાહ જુઓ તો વધારે યોગ્ય રહેશે. લોન લઇને પ્રોપર્ટી ખરીદી રહ્યા હો તો કાયદાકીય રીતે ખુબ જ કાળજી રાખજો. હોમ લોનના બેંકના વ્યાજના દર સ્પર્ધાત્મક થયેલ છે. યોગ્ય ઓફર મળે તેની રાહ જોવી.
મિથુન રાશિ : આત્મવિશ્વાસ ગુમાવશો નહી. હિંમતથી આગળ વધતા રહો. આગળ વધવા માટે સૂર્યની મદદ મળી રહેશે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. ઇષ્ટદેવના મંત્રથી ફાયદો મળી શકે છે.
ADVERTISEMENT
કર્ક રાશિ : કભી ખુશી કભી ગમ જેવું આ અઠવાડીયું જણાય છે. કુટુંબીજનોથી દુર જવું પડે. વિદેશ યાત્રા થઇ શકે છે. ધંધામાં વિકાસની તકમાં છેતરાઇ જવાય નહી તેનું ધ્યાન રાખવું. માતાની તબિયતની ચિંતા રહેશે.
ADVERTISEMENT
સિંહ રાશિ: જેટલો આત્મવિશ્વાસ વધશે તેટલું જ આ અઠવાડીયું શુભ પુરવાર થશે. વિજાતીય આકર્ષણના પ્રસંગ થઇ શકે છે. વડીલો, ભાઇ બહેનની મદદ મળશે.
કન્યા રાશિ : આ અઠવાડીયાની શરૂઆતમાં ત્રણ દિવસ નબળા જણાય છે. પાછળના દિવસોમાં આત્મવિશ્વાસમાં વધારો થાય તેમ જણાય છે. નોકરીમાં બદલી, પ્રમોશનના યોગ છે. મિલ્કતના નિર્ણય ઉતાવળે કરવા નહી.
તુલા રાશિ : ભાઇ-બહેનો વડીલો સાથે સંબંધમાં સાચવવું. પોતાની તબિયતની કાળજી રાખવી. ટ્રાવેલિંગમાં સાચવવું. ધંધામાં નવી પાર્ટીઓ સાથે કામ શરૂ થાય અને તેના કારણે કામનો બોજ વધી શકે છે.
વૃશ્ચિક રાશિ : સંતાનની ચિંતા રહ્યા કરે. પરદેશ જવાના ચક્રો ગતિમાન થાય. વિઝા કે પીઆર મળી શકે છે. ધંધામાં ઉઘરાણીના રૂપિયા ઝડપથી છુટા નહી થાય.
ધન રાશિ : આ અઠવડાયીમાં અગાઉ કરતા આત્મ વિશ્વાસ વધશે. તબિયત બગડી હોય તો તેમાં સુધારો થશે. ધંધાકીય ભાગીદારી સાથે સંબંધોમાં સાચવવું.
મકર રાશિ : કુંડળીમાં ચોથા ભાગમાં ગુરૂ-રાહુનું ગોચર નબળું છે. મિલ્કત વેચીને નવી મિલ્કત ખરીદવાની હશે તો તેમાં વિલંબ થઇ શકે છે. ધંધામાં અપ ડાઉનની સ્થિતિ પણ સર્જાઇ શકે છે.
કુંભ રાશિ : જીવન સાથી, ધંધાકીય ભાગીદારીનો સહકાર મળી રહે. મતભેદ, ઓછા થવાની શક્યતા છે. જો કે તેના માટે અન્ય કોઇની મદદ લેવી નહી. સ્વયં પ્રયાસો કરવા
મીન રાશિ : કુટુંબીજનો સાથે મતભેદ દુર કરવા પોતાનો અહમ ત્યજી દેવો. નોકરી, ધંધામાં હજી નાની મોટી તકલીફો જણાય છે. બ્લડ પ્રેશરની બિમારી હોય તેવા જાતકોએ ધ્યાન રાખવું.
જ્યોતિષ – ઉદય શાહ
(udayanshah999@gmail.com)
ADVERTISEMENT