અમેરિકા ભારતની ચોરાયેલી 105 પ્રાચીન વસ્તુઓ પરત આપશે, અનેકની કિંમત કરોડો રૂપિયા છે

ADVERTISEMENT

America Give back
America Give back
social share
google news

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીની અમેરિકાની સ્ટેટ વિઝિટ બાદ અમેરિકાએ મોટુ પગલું ભરીને તસ્કરી કરાયેલા 105 પ્રાચીન વસ્તુઓ ભારતે સોંપવા માટેનો નિર્ણય લીધો છે. ન્યૂયોર્ક ભારતના કોન્સ્યુલેટ જનરલે સોમવારે આ અંગે માહિતી આપી હતી. યુનાઇટેડ સ્ટેટ 105 તસ્કરી કરાયેલી પ્રાચીન વસ્તુઓને તેમના વતન દેશ ભારતમાં પરત મોકલશે. આજે પ્રત્યાર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં આ વસ્તુઓ ખુલ્લી મુકવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની સ્ટેટ વિઝિટ બાદ આ પગલું લેવાયું હતું. આ પ્રસંગે અમેરિકામાં ભારતના રાજદૂત તરનજિતસિંહ સંધુએ અમેરિકાની ટીમ, ખાસ કરીને મેનહટ્ટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગ અને તેના એન્ટિ ટ્રાફિકિંગ યુનિટ અને હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન ટીમનો આ ઇન્ટીએટીવમાં સહકાર અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તરનજિતે કહ્યું કે, ભારતના લોકો માટે આ માત્ર કલાના ટુકડા નથી, તેમના જીવંત વારસા અને સંસ્કૃતિનો એક ભાગ છે. આ ટુંક જ સમયમાં આ વસ્તુઓ ભારતને મોકલી દેવામાં આવશે.

ADVERTISEMENT

105 પ્રાચીન વસ્તુઓમાં પૂર્વ ભારતની 105, દક્ષિણ ભારતની 47, મધ્ય ભારતની 27, ઉત્તર ભારતની 6 અને પશ્ચિમ ભારતની 3 કલાકૃતિઓનો સમાવેશ થાય છે. આ કલાકૃતિઓ ટેરાકોટા, પથ્થર, ધાતુ અને લાકડાની બનેલી છે. લગભગ 18 કલાકૃતિઓ ધાર્મિક વિષયો (હિન્દુ ધર્મ, જૈન અને ઇસ્લામ) સાથે સંબંધિત છે. બાકીની સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

પીએમ મોદીની સ્ટેટ વિઝિટ દરમિયાન ભારત અને અમેરિકા કલ્ચરલ પ્રોપર્ટી એગ્રીમેન્ટ પર કામ કરા માટે સંમત થયા હતા. જે સાંસ્કૃતિક કલાકૃતિઓની ગેરકાયદેસર હેરાફેરીને રોકવામાં મદદ કરશે. સત્તાવાર નિવેદન અનુસાર આ પ્રકારની સમજુતી હોમલેન્ડ સિક્યુરિટી અને બંન્ને દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે ગતિશીલ દ્વિપક્ષીય સહયોગનું મુલ્ય વધારશે.

    follow whatsapp

    ADVERTISEMENT