અમેરિકન સાંસદોનું પ્રતિનિધિમંડળ પહોંચતાની સાથે જ ચીનનાં ફાઇટર જેટ્સ તાઇવાન પહોંચ્યા અને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ચીન અને તાઇવાન વચ્ચે તણાવ દિવસેને દિવસે સતત વધતો જ જઇ રહ્યો છે. જેના કારણે યુદ્ધનો ખતરો પણ વધી રહ્યો છે. હાલમાં જ સંકટના કારણે અમેરિકી સાંસદોનું પ્રતિનિધિ મંડળ હાલ તાઇવાન પ્રવાસે છે. નૈંસી પેલોસી બાદ હવે આ પ્રતિનિધિ મંડળ પણ તાઇવાન પ્રવાસે પહોંચ્યું છે. જેના કારણે ચીન રોષે ભરાયું છે. ચીન નૈંસી પેલોસીના તાઇવાન પ્રવાસ દરમિયાન જ ધુંઆપુંઆ થઇ ગયું હતું. અમેરિકાને ચેતવણીઓ પણ આપી હતી.

ચીને ફરી એકવાર તાઇવાનની જળસીમામાં ઘુસણખોરી કરી
નૈંસી પોલોસીના તાઇવાન પહોચ્યા બાદ ચીન ચીડાયેલું છે. તેણે ત્યારે પણ તાઇવાનને ઘેરીને મિલેટ્રી ડ્રીલ શરૂ કરી દીધી હતી. હવે તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ વેને અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત યોજી હતી. તેનાથી ચીડાઇને ચીને તાઇવાનની આસપાસ લોતાની લાઇવ મિલિટ્રી ડ્રીલને વધારી દીધી છે. હજી પણ આગામી ભવિષ્યમાં તે વધારવાની ચેતવણી ઉચ્ચારી છે. તાઇવાને પણ તેની પૃષ્ટી કરી છે.

તાઇવાને કહ્યું ચીન અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે
તાઇવાને કહ્યું કે, આજે ચીનના 30 એરક્રાફ્ટ અને પાંચ જહાજ તેની આસપાસ મિલિટ્રી ડીલ કરી હતી. તાઇવાનનો દાવો છે કે, 30 માંથી 15 એરક્રાફ્ટ તાઇવાનના જળસંધીની મીડિયન લાઇનને પણ ક્રોસ કરી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન તાઇવાન મુદ્દે ખુબ જ આક્રમક બની રહ્યું છે. તો બીજી તરફ અમેરિકા પણ તાઇવાનના બચાવમાં શક્ય તમામ મદદ કરી રહ્યું છે. હાલ તાઇવાનના બહાને અમેરિકા અને ચીન સામસામે આવી જાય તેવી શક્યતા છે.

ADVERTISEMENT

ચીન અમેરિકાની મધ્યસ્થતાથી ભારે પરેશાન
અમેરિકા અગાઉ પણ ચીનને ચેતવણી આપી ચુક્યું છે કે, ચીન તાઇવાન પર અતિક્રમણ કરવાનું બંધ કરે નહી તો તેણે ભોગવવું પડશે. ચીન પણ યુદ્ધની મોકડ્રીલના બહાને વારંવાર અમેરિકા અને તાઇવાનને મુશ્કેલીમાં મુકે છે. તાઇવાન યુદ્ધ ટાળવા માંગી રહ્યું છે. જો કે ચીન તાઇવાન મુદ્દે ખુબ જ આક્રમક છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે જ્યારે તાઇવાન પોતે સ્વતંત્ર હોવાનો દાવો કરે છે.

    follow whatsapp

    ADVERTISEMENT