24 કેરેટ સોનામાં વઘારેલી દાળ, ભારતીય શેફની રેસ્ટોરન્ટમાં લોકોને પીરસાય છે ગોલ્ડન દાળ

Gujarat Tak

ADVERTISEMENT

સોનાની દાળ
સોનાની દાળ
social share
google news

Gold Dal Tadka: દુબઈમાં સેલિબ્રિટી શેફ રણવીર બ્રારની પ્રથમ રેસ્ટોરન્ટ કશ્કન એક ખાસ વાનગીને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બની છે. લાકડાના બોક્સમાં એક બાઉલમાં દાળ પીરસવામાં આવી રહી છે અને દાળમાં 24 કેરેટ સોનાના પાવડરનો વઘાર ઉમેરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો ઓનલાઈન વાયરલ થઈ રહ્યો છે. 'દાલ કશ્કન' તરીકે ઓળખાતી વિશેષ વાનગી રેસ્ટોરન્ટના ખાસ ફૂડમાંથી એક છે અને તેની કિંમત 58 દિરહામ (અંદાજે ₹1,300) છે.

24 કેરેટ સોનાના વઘારવાળી દાળ

મેહુલ હિંગુએ ઈન્સ્ટાગ્રામ પર 'દાલ કશ્કન'નો એક વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં, રેસ્ટોરન્ટનું સર્વર બાઉલમાં રાખેલ સોનાનો પાવડર બતાવે છે. તે પછી તે તેને દાળ સાથે કાળજીપૂર્વક મિક્સ કરે છે જે પ્રીમિયમ મસાલા અને ઘી સાથે તૈયાર કરવામાં આવે છે અને તેને લાકડાના બોક્સમાં સર્વ કરવામાં આવે છે. સર્વ કરનાર ગ્રાહકને વાનગીની વિશેષતા પણ જણાવે છે.

વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં

ટૂંકા વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, "રણવીર બ્રાર, દુબઈ ફેસ્ટિવ સિટી મોલ દ્વારા કશ્કનમાં 24 કેરેટ ગોલ્ડન વઘારવાળી દાળ." વીડિયો શેર કરવામાં આવ્યો ત્યારથી, તેને પ્લેટફોર્મ પર 8.4 મિલિયન અને 1.8 લાખ વ્યૂઝ મળ્યા છે. એક યુઝરે કહ્યું, "શું બેવકૂફી છે???" બીજાએ કહ્યું, "મૂર્ખતાની પરાકાષ્ઠા." અન્ય એક યુઝરે લખ્યું, “જેઓ તેને ખાઈ રહ્યા છે, તેમને હું પૂછવા માંગુ છું: શા માટે? "એક યુઝરે કહ્યું, "આપણા શરીરને સોનાની જરૂર નથી. આ સોના કરતાં પાણીનું એક ટીપું 1000 ગણું સારું છે." એક વ્યક્તિએ ટિપ્પણી કરી, 'શું તેઓ દાળ સાથે પ્રમાણપત્ર મોકલે છે? 

આ પણ વાંચો

ADVERTISEMENT

રેસ્ટોરન્ટ તેની વેબસાઈટ પર કહે છે કે તે "કાશ્મીરની લીલીછમ ખીણોથી કન્યાકુમારીના ખુશખુશાલ દરિયાકિનારા સુધીની પાક યાત્રા છે, જે મોહક ઉત્તર-પૂર્વીય લીલોતરીથી લઈને અદભૂત પશ્ચિમી રણ સુધી છે. કશ્કન સ્વાદો, સંસ્કૃતિઓ, તહેવારો, લેન્ડસ્કેપને એકસાથે લાવે છે. 

    follow whatsapp

    ADVERTISEMENT