દારૂના નશામાં લગ્ન કરવા આવ્યા વરરાજા, મંડપમાં જ કન્યા સાથે અશ્લીલ હરકતો શરૂ કરી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Drunk Groom: બિહારના સારણ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, ગુજરાતની જેમ ત્યાં દારૂબંધી હોવા છતાં દરરોજ દારૂની હેરાફેરીના સમાચારો સામે આવતા રહે છે. આ વચ્ચે એક વરરાજા નશાની હાલતમાં લગ્નમંડપમાં પહોંચ્યા હતા અને પછી દુલ્હન સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યા, જેના પછી લગ્નના મંડપની ખુશીઓના બદલે વાતાવરણ ગરમાયું હતું અને જાન દુલ્હન લીધા વગર જ પાછી ફરી હતી.

લગ્નના મંડપમાં વરરાજાના લથડિયા

પ્રાપ્ત માહિતી અનુસાર, દારૂના નશામાં છપરામાં લગ્નમાં જવું વરરાજા માટે મોંઘુ સાબિત થયું હતું. વરરાજા નશાની હાલતમાં જાન સાથે દુલ્હનના ઘરે પહોંચ્યો, પરંતુ મંડપમાં પહોંચતા જ તે લથડિયા ખાવા લાગ્યો અને તેણે દુલ્હન સાથે અશ્લીલ હરકતો પણ શરૂ કરી દીધી. આ પછી લગ્ન સમારોહમાં ભારે હંગામો થયો હતો. તો, કન્યાએ વર સાથે જવાની ના પાડી અને જાનને ખાલી હાથે પરત ફરવું પડ્યું.

કન્યાએ લગ્નની ના પાડી દીધી

આ ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, સિવાન જિલ્લાના એક ગામના રહેવાસી કૈલાશ મહતોના પુત્ર મુન્ના મહતોના લગ્ન પૂજા નામની યુવતી સાથે નક્કી થયા હતા. લગ્ન માટે જાન દરવાજે આવી પહોંચી હતી અને વરરાજાનું પરિવારે સ્વાગત કર્યું હતું. લગ્ન સમારોહ મોડી રાત્રે શરૂ થયો હતો, પરંતુ વરરાજા નશાની હાલતમાં લગ્નમંડપમાં પહોંચ્યો હતો અને સિંદૂરનું લગાવતા સમયે તેના પગ લથડાતા હતા. આ બધું જોઈને કન્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે વરરાજાથી અલગ થઈ ગઈ.

ADVERTISEMENT

જાન ખાલી હાથે પાછી ફરી

વરરાજા પર દારૂના નશામાં કન્યા સાથે જાહેરમાં અશ્લીલ હરકતો કરવાનો આરોપ છે, આ વાતથી દુલ્હન નારાજ થઈ અને તેણે વર સાથે જવાની ના પાડી દીધી. આ પછી હોબાળો મચી ગયો, કેટલાક લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ બાબતે પંચાયત પણ બેઠી, છતાં મામલો થાળે પડ્યો ન હતો. આ ઘટના અંગે દુલ્હન કહે છે કે, “જે વ્યક્તિ પહેલાથી જ નશાની હાલતમાં હોય તેમની વચ્ચે સંબંધ કેવી રીતે ચાલી શકે, તેથી સમજી વિચારીને તેણે નિર્ણય લીધો છે કે તે તેની સાથે નહીં જાય.”

    follow whatsapp

    ADVERTISEMENT