Drugs: રાજ્ય કક્ષાનો કબડ્ડી ખેલાડી 500 નશીલા ઈંજેક્શન સાથે ઝડપાયો, કરવાનો હતો મોટું કાંડ
નવી દિલ્હી: ડ્રગ્સનો કાળો કારોબાર હવે તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યો છે. આ દરમિયાન હાંસી પોલીસે ગુરુવારે સીલિંગ ડ્રાઇવના ભાગ રૂપે 500 ઇન્જેક્ટેબલ Drugs…
ADVERTISEMENT
નવી દિલ્હી: ડ્રગ્સનો કાળો કારોબાર હવે તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યો છે. આ દરમિયાન હાંસી પોલીસે ગુરુવારે સીલિંગ ડ્રાઇવના ભાગ રૂપે 500 ઇન્જેક્ટેબલ Drugs સાથે રાજ્ય-સ્તરના કબડ્ડી ખેલાડીની ધરપકડ કરી હતી.એન્ટી નાર્કોટિક્સ સેલની ટીમે આ ખેલાડીની ધરપકડ કરી છે.પોલીસ પૂછપરછમાં અજયે જણાવ્યું કે તેણે આ ઈન્જેક્શન અમૃતસરમાં યોજાનારી કબડ્ડી ટુર્નામેન્ટમાં આપવાના હતા.
ડ્રગ્સના ઇન્જેકશન સાથે ઝડપાયેલ ખેલાડીની ઓળખ રોહતકના ગામ મદીનાના નિવાસી નામે અજય તરીકે કરવામાં આવી છે. એન્ટિ નાર્કોટીક્સ સેલની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસની પૂછપરછમાં અજયે જણાવ્યુ હતું કે તે અમૃતસરમાં થનારી કબડ્ડી ટુર્નામેન્ટ માટે ઈંજેક્શનોની સપ્લાય કરવામાં આવનાર હતી. પોલીસે હવે અહીં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ખેલાડી નશાના ઈંજેક્શન કઈ જગ્યાએથી લાવ્યા હતા. અને કોને કોને આગળ સપ્લાય કરવાના હતા.
મળી હતી બાતમી
એન્ટી નાર્કોટિક્સ સેલને બાતમી મળી હતી કે એક કારમાં ડ્રગ્સ આવી રહ્યું છે. માહિતીના આધારે, પોલીસની ટીમે ગુરુવારે જગ્ગા બડા માઇનોર બ્રિજ પર વાહનોનું ચેકિંગ શરૂ કર્યું. હાંસી-ડાટા રોડ પર ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કાર રોકાઈ હતી. આરોપીની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી ડ્રગ્સના 500 ઇન્જેક્શન મળી આવ્યા હતા.
ADVERTISEMENT
જાણો શું કહ્યું પોલીસે
પોલીસ પ્રવક્તા સુભાષ શર્માએ જણાવ્યું કે પકડાયેલ આરોપી અજય રાજ્ય કક્ષાનો કબડ્ડી ખેલાડી છે અને તે પંજાબમાં ખેલાડીઓને ડ્રગના ઈન્જેક્શન સપ્લાય કરવા જતો હતો. આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ખેલાડીઓની પૂછપરછ ચાલુ છે
એસપી હાંસી નીતિકા ગેહલોતે જણાવ્યું કે અમે રાજ્ય સ્તરના એક ખેલાડીની નશામાં ઉપયોગમાં લેવાતા ઈન્જેક્શન સાથે ધરપકડ કરી છે. આ પ્રકારના ઈન્જેક્શનનો ઉપયોગ ઘણીવાર ખેલાડીઓ કરે છે. પકડાયેલા આરોપીઓને આ ઈન્જેક્શન પંજાબ લઈ જવાના હતા. અમારી ટીમ ખેલાડીની પૂછપરછ કરી રહી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT