પુતિન પર ડ્રોન એટેક: રશિયાના રાષ્ટ્રપતિને બંકરમાં ખસેડાયા, યુક્રેને હુમલાથી હાથ ખંખેર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ક્રેમલિન : રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિને બુધવારે જણાવ્યું હતું કે તેણે યુક્રેન દ્વારા સંચાલિત બે ડ્રોનને તોડી પાડ્યા છે. એવો આરોપ છે કે પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર ગઈકાલે રાત્રે બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. રશિયાનું કહેવું છે કે પુતિનને મારવા માટે યુક્રેને ક્રેમલિન પર ડ્રોન વડે હુમલો કર્યો હતો.

જોકે, આ હુમલામાં પુતિન સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય, ક્રેમલિને બુધવારે જણાવ્યું હતું કે તેણે યુક્રેન દ્વારા સંચાલિત બે ડ્રોનને તોડી પાડ્યા છે. આરોપ છે કે પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર ગઈકાલે રાત્રે બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.ક્રેમલિનનું કહેવું છે કે આ ડ્રોન હુમલા છતાં 9 મેના રોજ રશિયામાં યોજાનારી પરેડને મોકૂફ રાખવામાં આવશે નહીં.

રશિયાએ યુક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. રશિયાનું કહેવું છે કે પુતિનને મારવા માટે યુક્રેને રાષ્ટ્રપતિ નિવાસ ક્રેમલિન પર ડ્રોન વડે હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં પુતિનને કોઈ નુકસાન થયું નથી. તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. રશિયાએ બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, પુતિનની હત્યાના પ્રયાસમાં ક્રેમલિન પર ગઈકાલે રાત્રે બે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

રશિયાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયાનું કહેવું છે કે તેણે યુક્રેન દ્વારા બનાવેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે.ક્રેમલિનનું કહેવું છે કે 9 મેના રોજ વિજય દિવસની પરેડ પહેલા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુતિન પર ડ્રોન વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પુતિનને આમાં કોઈ નુકસાન થયું નથી. અમને બદલો લેવાનો અધિકાર છે. ડ્રોન હુમલા છતાં 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડ સમયસર યોજાશે. હુમલા બાદ પુતિન બંકરમાંથી કામ કરશે ક્રેમલિન મીડિયા અનુસાર, આ હુમલા બાદ પુતિન નોવો-ઓગેરેવો સ્થિત પોતાના નિવાસસ્થાનમાં બનેલા બંકરમાંથી કામ કરશે.

રશિયા યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયા યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. આ ડ્રોન હુમલા છતાં રશિયામાં 9 મેના રોજ યોજાનારી પરેડને મુલતવી રાખવામાં આવશે નહીં. આ સાથે જ મોસ્કોના મેયરે ડ્રોનના ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો છે. રશિયાએ કહ્યું- અમે પણ ડ્રોન પર હુમલો કરીશું. સ્કોર સેટલ કરીશું. રશિયાનું કહેવું છે કે તે પુતિનના જીવનને લક્ષ્યમાં રાખીને સુનિયોજિત આતંકવાદી કાવતરું હતું.યુક્રેને હુમલાનો ઇનકાર કર્યો યુક્રેનનું કહેવું છે કે તેને પુતિનની હત્યાનું કાવતરું ઘડવાના રશિયાના આરોપો અંગે કોઈ જાણકારી નથી. યુક્રેને આ હુમલામાં તેની સંડોવણીનો ઇનકાર કર્યો છે.

ADVERTISEMENT

ઝેલેન્સકીના પ્રેસ સેક્રેટરીએ કહ્યું છે કે ક્રેમલિન પર રાત્રે થયેલા આ કહેવાતા હુમલાઓ અંગે અમારી પાસે કોઈ માહિતી નથી. પરંતુ રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વારંવાર કહ્યું છે કે યુક્રેન પોતાના વિસ્તારની રક્ષા કરવા માટે તૈયાર છે અને અન્ય પર હુમલો કરતું નથી.ફિનલેન્ડમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ શું કહ્યું ક્રેમલિન પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ફિનલેન્ડની મુલાકાતે છે.

ADVERTISEMENT

ઝેલેન્સકીએ ફિનલેન્ડમાં કહ્યું કે આ વર્ષ અમારી જીત માટે નિર્ણાયક રહેશે. રશિયન આક્રમણ સામે સંરક્ષણ એ અમારી વાતચીતનો એકમાત્ર મુદ્દો છે. ઝેલેન્સકીએ સહયોગી દેશ પાસેથી જલ્દી વધુ એરક્રાફ્ટ મળવાની આશા વ્યક્ત કરી છે.રશિયાએ ડેનમાર્ક પાસેથી જલ્દી એરક્રાફ્ટ મળવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિમાન મળતાની સાથે જ અમે આક્રમક અભિયાન ચલાવીશું.

    follow whatsapp

    ADVERTISEMENT