તમે પેપર કપમાં ચા પીવો છો? તો આ વાત જાણીને હચમચી જશો, કારણ કે...

ADVERTISEMENT

Paper Cup
પેપર કપ
social share
google news

Paper Cup Harmful : હાલ ચાના સ્ટોલ(Tea Stall) અને કાફેમાં કાગળના કપનો ઉપયોગ થાય છે. ત્યારે જો તમે પેપર કપમાં ચા-કોફી પીતા હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે. પેપર કપમાં મોટી સંખ્યામાં લોકો ચા પીવે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. કાગળમાંથી બનેલા યૂઝ એન્ડ થ્રો કપમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને જો કોઈ વ્યક્તિ તેમાં આ કપમાં દિવસમાં ત્રણ વાર ચા પીવે તો તેના શરીરમાં પ્લાસ્ટિકના 75 હજાર સુક્ષ્મ કણ ચાલ્યા જાય છે. તેવું એક અધ્યયનમાં સામે આવ્યું છે.

પેપર કપમાં ચા પીવી શા માટે નુકસાનકારક?

પ્લાસ્ટિકના નુકસાનથી બચવા માટે મોટાભાગના લોકો પ્લાસ્ટિકના કપને બદલે પેપર કપમાં ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ તેમને ખબર નથી કે પેપર કપનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. પેપર કપ બનાવવામાં પ્લાસ્ટિક અથવા મીણથી કોટિંગ (પરત) કરવામાં આવે છે. જ્યારે ગરમ વસ્તુઓને પેપર કપમાં ભરવામાં આવે છે, ત્યારે તેમાં રહેલા રસાયણો પીણામાં ભળી શકે છે. જ્યારે ચા પીવામાં આવે છે, ત્યારે તે ઝેર તત્વો પીણાથી અંદર જાય છે.

પેપર કપમાં ચા પીવાથી શું થાય છે નુકસાન?

પેપર કપમાં ગરમ ​​વસ્તુઓનું સેવન કરવાથી રસાયણો ઓગળીને પેટમાં પ્રવેશી શકે છે. તેનાથી અપચો અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે.
પેપર કપમાં રહેલા કેમિકલ્સ પણ શરીરમાં ટોક્સિન્સ જમા થવાનું કારણ બની શકે છે. જેના કારણે તે શરીરમાં સ્લો પોઈઝનની જેવું કામ કરી શકે છે.
પેપર કપમાં ગરમ ​​વસ્તુઓનું સેવન કરવાથી પાચન તંત્ર અને કિડની પર વિપરીત અસર થાય છે. આનાથી શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે અને તેને ગંભીર નુકસાન થાય છે.
પેપર કપમાં મળતા રસાયણો હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે અને માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે.

ADVERTISEMENT

IIT ખડગપુરના એક અધ્યયનમાં સામે આવી આ વાત

IIT ખડગપુરમાં એસોસિએટ પ્રોફેસર સુધા ગોયલે કહ્યું હતું કે, એકવાર ઉપયોગમાં લેવામાં આવતા કાગળના કપોમાં પીણું પીવું એ એક સામાન્ય વાત છે. અમારા સંશોધનમાં તે વાત સાબિત થઈ છે કે આ કપમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્વો રહેલા હોય છે, જેના કારણે ગરમ પ્રવાહી પદાર્થ દુષિત થઈ જાય છે. આ કપ બનાવવા માટે સામાન્ય રીતે હાઈડ્રોફોબિક ફિલ્મની પરત ચડાવવા આવે છે જે મુખ્યત્વે પ્લાસ્ટિકની બનેલી હોય છે. તેની મદદથી કપમાં પ્રવાહી પદાર્થ ટકી રહે છે. આ પરત ગરમ પાણી રાખવા પર 15 મીનિટમાં ઓગળવા લાગે છે.

તેનાથી દરરોજ 75 હજાર સુક્ષ્મકણો શરીરમાં જાય છે

સુધા ગોયલે કહ્યું હતું કે, અમારા અધ્યયન અનુસાર એક કપમાં 15 મીનિટ માટે 100 મીલી ગરમ પ્રવાહી રાખવાથી તેમાં 25 હજાર માઈક્રોન આકારના પ્લાસ્ટિકના સુક્ષ્મકણો ભળે છે. એટલે કે દરરોજ ત્રણ કપ ચા પીવી કે કોફી પીનારાં વ્યક્તિઓના શરીરમાં પ્લાસ્ટિકના 75 હજાર સુક્ષ્મકણ જાય છે જે નરીઆંખોથી જોઈ શકાતા નથી. પરંતુ તેની સ્વાસ્થ્ય પર ગંભીર અસર પાડે છે.

ADVERTISEMENT

IIT ખડગપુરના નિદેશકે જણાવ્યું કે, આ અધ્યયન જણાવે છે કે ખતરનાક જૈવ ઉત્પાદનો અને પર્યાવરણ  પ્રદુષકોના સ્થાને તેનો વધારે પડતો ઉપયોગ પહેલી સારી રીતે વિચારણાની આવશ્યક્તા છે, આપણે પ્લાસ્ટિકના કપ અને ગ્લાસોની જગ્યાએ એકવાર ઉપયોગ યોગ્ય કાગળના કપોનો ઉપયોગ ઝડપથી શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

નોંધ : અહીં આપેલી માહિતી કેટલીક સંસ્થાઓની સ્ટડી, ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત તક આ માહિતીની પુષ્ટિ કરતું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT