Donald Trump નું મોત? પુત્રએ ટ્વીટ કરીને કહ્યું મારા પિતાનું મોત, પછી થયો મોટો ઘટસ્ફોટ
નવી દિલ્હી : પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump ના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના ટ્વીટર (X) એકાઉન્ટ હેક થઇ ગયું છે. તેના એકાઉન્ટ પરથી સતત વિવાદાસ્પદ…
ADVERTISEMENT
નવી દિલ્હી : પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump ના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના ટ્વીટર (X) એકાઉન્ટ હેક થઇ ગયું છે. તેના એકાઉન્ટ પરથી સતત વિવાદાસ્પદ અને ભ્રમ ફેલાવનારી ખોટી માહિતીઓ પોસ્ટ કરવામાં આવી રહી છે. એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે, તેમના પિતા એટલે કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિનું અવસાન થયું છે. આ ઉપરાંત હાલના અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અંગે પણ અનેક ચોંકાવનારી પોસ્ટ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના એકાઉન્ટમાંથી થઇ રહ્યા છે ધડાધડ ટ્વીટ
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર એટલે કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું X એકાઉન્ટ હેક થઇ ચુક્યું છે. તેમના એકાઉન્ટથી સતત વિવાદાસ્પદ પોસ્ટ થઇ રહી છે. જો કે આ એકાઉન્ટના હેક થવાની હજી સુધી કોઇ અધિકારીક માહિતી સામે આવી નથી. તેના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પનું મોત થઇ ચુક્યું છે, જે ફેક છે.
અમેરિકી રાષ્ટ્રપતિને પણ ટ્વીટ કરીને ગાળો ભાંડવામાં આવી
આ એકાઉન્ટમાંથી અનેક પ્રકારની પોસ્ટ કરવામાં આવી રહી છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અંગે પણ વિવાદાસ્પદ પોસ્ટ કરીને ગાળો લખવામાં આવી છે. એટલે સુધી કે એલોન મસ્ક અંગે પણ પોસ્ટ કરવામાં આવી છે. હેકરે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના એકાઉન્ટ પરથી પોસ્ટ કરી છે, મને તે જણાવતા ખુબ જ દુખ થઇ રહ્યું છે કે, મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ હવે નથી રહ્યા. વર્ષ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હું હિસ્સો લઇ રહ્યો છું.
ADVERTISEMENT
એકાઉન્ટ પરથી મન ફાવે તેવા ટ્વીટ કરવામાં આવ્યા
એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે, નોર્થ કોરિયાને નબળું પાડી દેવામાં આવશે. આ તમામ પોસ્ટ્સને જોતા તે વાતની ઘણી વધારે આશંકા છે કે આ એકાઉન્ટ હેત થયું છે. હેકર આ એકાઉન્ટથી સતત હાલના અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગાળો ભાંડી રહ્યા છે. એટલું જ નહી તેમાં X ના માલિક એલોન મસ્ક અંગે પણ વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. હેકરે Logan Paul અંગે પણ વિવાદાસ્પદ પોસ્ટ કર્યા છે. આ બધાની પાછળ કોણ છે તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
Twitter હવે X થઇ ગયું છે?
માઇક્રોબ્લોગિંગ સાઇટ Twitter ને ગત્ત વર્ષે 44 અબજ ડોલરની ડીલમાં એલોન મસ્કે ખરીદી લીધી હતી. આ ડીલ બાદ મસ્કે આ પ્લેટફોર્મ પર અનેક ફેરફાર કર્યા છે. તેમણે બ્લૂ ટિક વેરિફિકેશનને હવે એક પેઇડ સર્વિસમાં બદલી દીધું છે. આ સાથે જ મસ્કે આ પ્લેટફોર્મનું નામ Twitter થી બદલીને X કરી દેવામાં આવ્યું છે.
જે કે હાલ પણ તમને આ પ્લેટફોર્મનું URL જુનું Twitter વાળું જ જોવા મળશે. તેને પણ ધીરે ધીરે બદલવામાં આવી રહ્યું છે. મસ્ક આ પ્લેટફોર્મને એક સુપર એપમાં બદલવા માંગે છે. તેના માટે તેમણે બીજા અનેક ફિચર્સને પણ આ પ્લેટફોર્મ પર જોડ્યું છે.
ADVERTISEMENT