72 વર્ષના દર્દીને પ્રાઈવેટ પાર્ટમાં કેન્સર થયું, ડોક્ટરોએ હાથ પર નવું લિંગ બનાવી ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું
જયપુરઃ જયપુરની એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ અજાયબી કરી બતાવી છે. કેન્સરના દર્દીનું શિશ્ન ખરાબ થઈ ગયું હતું. ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત પેનિસને કાઢીને હાથ પર નવું પેનિસ…
ADVERTISEMENT
જયપુરઃ જયપુરની એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ અજાયબી કરી બતાવી છે. કેન્સરના દર્દીનું શિશ્ન ખરાબ થઈ ગયું હતું. ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત પેનિસને કાઢીને હાથ પર નવું પેનિસ બનાવ્યું. આ પછી પેનિસ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ટ્રાન્સપ્લાન્ટ બાદ પુરુષ દર્દીના શિશ્નમાં ફરી પહેલા જેવી સંવેદનાઓ જાગૃત કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, જયપુરમાં 10 થી વધુ શિશ્ન પ્રત્યારોપણના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે.
ડોકટરોએ સમજાવ્યો પછી દર્દી ઓપરેશન માટે તૈયાર થયો
બુંદીના 72 વર્ષીય પુરુષ દર્દી શિશ્નના કેન્સરથી પીડિત હતા. ઘણી ટ્રીટમેન્ટ બાદ પણ તેના પેનિસમાં સુધારો નહોતો થતો. આ પછી ડોક્ટરોએ કેન્સરગ્રસ્ત શિશ્નને દૂર કરવાનો નિર્ણય કર્યો. દર્દી આ માટે તૈયાર નહોતો. શિશ્ન કાઢી નાખ્યા પછી દરેક વખતે બેસીને પેશાબ કરવા સાથે અન્ય શારિરીક સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ હતું. આવી સ્થિતિમાં ડોક્ટરોએ નવું પેનિસ બનાવીને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું. પહેલા તો દર્દી ડરી ગયો હતો પરંતુ બાદમાં તબીબોની સલાહથી દર્દી ઓપરેશન માટે રાજી થયો હતો.
લિંગ હટાવવા અને ટ્રાન્સપ્લાન્ટ બંને ઓપરેશન એકસાથે કર્યા
ડોક્ટરોએ દર્દીના ડાબા હાથની ચામડી, નસો અને રક્ત વાહિનીઓ લઈને નવું શિશ્ન તૈયાર કર્યું. માઈક્રોસ્કોપિક ટેકનિકથી નવનિર્મિત લિંગને તે જ જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યું અને તેમાં લોહીનું પરિભ્રમણ શરૂ કરાયું. આ સર્જરીમાં માઇક્રો સર્જિકલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શિશ્ન પુનઃનિર્માણનો હેતુ યોગ્ય આકાર, લંબાઈ અને મૂત્રમાર્ગ બનાવવાનો તેમજ શિશ્નમાં સંવેદના પુનઃસ્થાપિત કરવાનો છે. ઉપરાંત, જે હાથ પર શિશ્ન બનાવવામાં આવ્યું હતું તેની કામ કરવાની ક્ષમતા અને કદમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં હવે દર્દી પુનઃનિર્મિત શિશ્ન સાથે સામાન્ય જીવન જીવી રહ્યો છે.
ADVERTISEMENT
4 ટકા દર્દીઓ શિશ્નના કેન્સરથી પીડિત હોય છે
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, કેન્સરના લગભગ 4 ટકા દર્દીઓ શિશ્નથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી 50% દર્દીઓએ સારવાર દરમિયાન તેમના શિશ્નને કાઢી નાખવું પડે છે. દર્દીઓ માટે રાહતની વાત છે કે હવે તેઓ નવા પેનિસ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકશે. તેનાથી તેમના રોજિંદા જીવનમાં કોઈ વિપરીત અસર થતી નથી. સર્જરી પછી, ટ્રાન્સપ્લાન્ટ પછી બનાવવામાં આવેલ નવું શિશ્ન, કુદરતી શિશ્ન જેવું જ કામ કરે છે. માત્ર બે અઠવાડિયામાં, દર્દી સામાન્ય રીતે ચાલી શકે છે અને દૈનિક પ્રવૃત્તિઓ કરી શકે છે. જો દર્દીનું જન્મજાત લિંગ ન હોય તો પણ લિંગ પુનઃનિર્માણ શક્ય છે.
ADVERTISEMENT