ઓનલાઈનના શોખીનો ચેતજો, ડોક્ટરે મગાવેલા બટરસ્કોચ આઈસક્રિમમાં માણસની આંગળી નીકળી
મુંબઈના મલાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદરથી માનવ આંગળીનો ટુકડો મળી આવતાં ખળભળાટ મચી ગયો. ગભરાયેલી આઈસ્ક્રીમ ખરીદનારી મહિલા ગ્રાહકે આ અંગે મલાડ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
ADVERTISEMENT
Human Finger inside Ice-Cream: બહારથી ઓનલાઈન મગાવેલી ફૂડ આઈટમમાં ઘણીવાર ગંભીર બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ક્યારેક જીવાત તો ક્યારેક ફૂડ ખરાબ હોવાના કિસ્સા વચ્ચે મુંબઈના મલાડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસ્ક્રીમ કોનની અંદરથી માનવ આંગળીનો ટુકડો મળી આવતાં ખળભળાટ મચી ગયો. ગભરાયેલી આઈસ્ક્રીમ ખરીદનારી મહિલા ગ્રાહકે આ અંગે મલાડ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.
પોલીસે આઈસક્રિમ કંપની સામે કેસ નોંધ્યો
મલાડ પોલીસે યમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. આ ઉપરાંત આઈસ્ક્રીમમાં મળી આવેલા માનવ શરીરના અંગને પણ FSL (ફોરેન્સિક)માં મોકલવામાં આવ્યા છે.
મહિલા ડોક્ટરે ઓનલાઈન મગાવ્યો હતો આઈસક્રિમ
મળતી માહિતી મુજબ, મલાડની રહેવાસી મહિલા ડૉક્ટર ઓરલેમ બ્રેન્ડન સેરાઓ (27)એ ઝેપ્ટો એપ દ્વારા ઓર્ડર કરાયેલ યમ્મો આઈસક્રીમ કંપનીના બટર સ્કોચ આઈસક્રીમમાંથી અડધી બાઈટ લીધી હતી, પરંતુ પછી તેને જીભ પર કંઈક અલગ જ અનુભવાયું. જ્યારે તેણે નજીકથી જોયું, ત્યારે તેને કોનની અંદર માનવ આંગળીનો ટુકડો મળ્યો. આ જોઈને મહિલા ડોક્ટર ચોંકી ગયા.
ADVERTISEMENT
પોલીસે આઈસક્રિમમાં આંગળી હોવાનું કબૂલ્યું
આ બાબતે સેરાઓની બહેને તરત જ પોલીસને જાણ કરી અને પોલીસ સ્ટેશન જઈને આઈસ્ક્રીમ કોન પોલીસને સોંપ્યો. પોલીસે તેમની પ્રાથમિક તપાસમાં આઈસ્ક્રીમમાં માનવ આંગળી હોવાનું પણ કબૂલ્યું હતું. પોલીસે હવે આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. પોલીસે કહ્યું છે કે, આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જે જગ્યાએ આઈસ્ક્રીમ બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT