દિવાળી પહેલા દરરોજ સાંજે કરી લો આ એક કામ, માં લક્ષ્મીજી થઈ જશે ખુશ; ક્યારેય નહીં ખૂટે તિજોરીમાંથી ધન
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળીમાં પૂજા-અર્ચનાનું પણ વિશેષ મહત્વ છે. આ દરમિયાન માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માં લક્ષ્મીજીને ખુશ…
ADVERTISEMENT
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળીમાં પૂજા-અર્ચનાનું પણ વિશેષ મહત્વ છે. આ દરમિયાન માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માં લક્ષ્મીજીને ખુશ કરવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને એક એવા જ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાયો અને કેટલાક ટોટકા વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તમને જણાવી દઈએ કે દિવાળી પહેલા આ ઉપાયો કરવાથી વ્યક્તિની ઘરેલું સમસ્યાઓ દૂર થઈ શકે છે અને નકારાત્મકતાનો નાશ થઈ શકે છે.
દિવાળી પહેલા જરૂર કરો આ કામ
લવિંગ નકારાત્મકતાનો કરે છે નાશ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘરમાં માં લક્ષ્મીજીનો વાસ ઈચ્છો છો તો દિવાળી પહેલા દરરોજ સવારે તમારા ઘરના પૂજા સ્થાન પર ભગવાનની આરતી કરતી વખતે બે લવિંગ ઉમેરીને આરતી કરો. જ્યોતિષશાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે. લવિંગ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે.
ઘરમાં રહેશે ખુશીનું વાતાવરણ
જો ઘરમાં કોઈ બીમાર હોય અથવા ઘરમાં વારંવાર ઝઘડા થતાં હોય તો તેને નકારાત્મક સંકેત માનવામાં આવે છે. પરંતુ સાંજે આ લવિંગના ટોટકા કરવાથી તેની અસર વધુ થાય છે. આ માટે એક તવા પર ઓછામાં ઓછા 7થી 8 લવિંગને સળગાવી દો અને પછી તેને ઘરના કોઈ ખૂણામાં રાખો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ વધશે.
ADVERTISEMENT
અટવાયેલા કામ થશે પૂરા
આ સિવાય જો ઘણા પ્રયત્નો અને પરિશ્રમ કર્યા પછી પણ તમને જીવનમાં કોઈ પણ કામમાં સફળતા ન મળી રહી હોય અથવા કરવામાં આવી રહેલું કામ બગડી રહ્યું હોય, તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય તો દિવાળી પહેલા એક પાનમાં લવિંગ, ઈલાયચી અને સોપારી લપેટીને તેને ગણેશજીને અર્પિત કરો. તેનાથી તમારા અટવાયેલા કામ પૂરા થઈ જશે.
નોંધ- અહીં અપાયેલી જાણકારી સમાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી
ADVERTISEMENT
ADVERTISEMENT