શનિવારે ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓ, શનિદેવ થશે ક્રોધિત; વેઠવું પડશે મોટું નુકસાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી ભક્તો પર તેમની વિશેષ કૃપા થશે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે, જે ભક્તોને તેમના સારા અને ખરાબ કાર્યોના આધારે આશીર્વાદ આપે છે. જ્યારે જ્યોતિષમાં શનિ ગ્રહને ક્રૂર ગ્રહ કહેવામાં આવ્યો છે. તેથી એવું માનવામાં આવે છે કે શનિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને વ્યક્તિએ તેમના ક્રોધ અને તેમની અશુભ પ્રભાવનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શનિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ છે કારણ કે તે અશુભ માનવામાં આવે છે અને તે તમારા માટે ખરાબ દુર્ભાગ્ય લાવી શકે છે. ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે શનિવારે ન ખરીદવી જોઈએ.

કાળા રંગની વસ્તુઓ
શનિવારના દિવસે કોઈપણ કાળા રંગની વસ્તુઓ જેમ કે કપડાં, તલ વગેરે ન ખરીદો, પરંતુ આ દિવસે તેનું દાન કરો.

લાકડું
શનિવારે લાકડું ખરીદવું પણ યોગ્ય નથી. નહીં તો જીવનમાં ઘણી મુસીબતો આવશે.

ADVERTISEMENT

તેલ
આમ તો શનિવારે કોઈ પણ તેલ ન ખરીદવું જોઈએ, પરંતુ સરસવનું તેલ બિલકુલ ન ખરીદો. તેના બદલે અઠવાડિયાના કોઈપણ દિવસે તેલ ખરીદો અને શનિવારે શનિ મંદિરમાં દીવો પ્રગટાવો.

મીઠું
શનિવારે મીઠું ન ખરીદશો. એવું માનવામાં આવે છે કે મીઠું ખરીદવાથી દેવું વધે છે. શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે કોઈએ મીઠું ન ખરીદવું જોઈએ.

ADVERTISEMENT

લોખંડની વસ્તુઓ
શનિવારે લોખંડની કોઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. માનવામાં આવે છે કે શનિવારે લોખંડની વસ્તુઓ ખરીદવાથી શનિદેવ ગુસ્સે થાય છે. એવું માનવામાં આવે છે કે લોખંડની વસ્તુઓનું શનિવારે દાન કરવું જોઈએ. લોખંડની બનેલી વસ્તુઓ શનિવાર સિવાય કોઈપણ દિવસે ખરીદી શકાય છે.

ADVERTISEMENT

બૂટ-ચપ્પલ
શનિવારે બૂટ અને ચપ્પલ ન ખરીદો. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને બૂટ અને ચપ્પલ આપો.

નોંધઃ આ લેખ ફક્ત વાંચકોના રસને ધ્યાનમાં રાખીને શેર કરવામાં આવ્યો છે, તેના સત્ય હોવાની અમે ખાતરી આપતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT