31st ની પાર્ટી પર પોલીસનો દરોડો! અર્ધનગ્ન યુવતીઓ યુવકો, દારૂ, ડ્રગ્સ અને …
Rave Party : મહારાષ્ટ્ર પોલીસે થાણેના એક જંગલમાં જ આયોજીત રેવ પાર્ટી ઝડપી લીધી છે. અહીંથી પોલીસે બે આયોજકોની સાથે 100 કરતા વધારે યુવક-યુવતીઓને નશાના…
ADVERTISEMENT
Rave Party : મહારાષ્ટ્ર પોલીસે થાણેના એક જંગલમાં જ આયોજીત રેવ પાર્ટી ઝડપી લીધી છે. અહીંથી પોલીસે બે આયોજકોની સાથે 100 કરતા વધારે યુવક-યુવતીઓને નશાના સામાનની સાથે કસ્ટડીમાં લીધા છે. તમામ લોકો એક એપ દ્વારા આ પાર્ટીમાં ઇન્વાઇટ કર્યા હતા. તેનમાં માટે મોંઘા દારૂની સાથે એલએસડી, ચરસ, ગાંઝો જેવા ડ્રગ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વર્ષ 2023 નો આજે અંતિમ દિવસ છે. નવા વર્ષની રાહમાં લોકો અલગ-અલગ પદ્ધતીથી ઉજવણી કરી રહ્યા છે. ઘરથી માંડીને પબ, ડિસ્કો અને બારમાં પાર્ટીને પગલે ઉજવણી કરવામાં આવી છે. જો કે કેટલાક લોકો બિનકાયદેસર રીતે પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા સીક્રેટ સ્થળો પર પણ પાર્ટી કરે છે. એવી પાર્ટીઓ જ્યાં મ્યુજીક, ડ્રગ્સ, દારૂ અને શબાબનું કોકટેલ જોવા મળે છે. જેને રેવ પાર્ટી કહેવાય છે. આ પ્રકારની પાર્ટી કરવી કાયદેસર રીતે ગુનો છે. મહારાષ્ટ્ર પોલીસે થાણેમાં આવી જ એક રેવ પાર્ટી પકડી પાડી હતી.
નવા વર્ષના એક દિવસ પહેલા થાણે પોલીસની ક્રાઇમ બ્રાંચને ગુપ્ત માહિતી મળી કે ધોડબંદર રોડ પર કાસારવડવલી ગામની પાસે મેંગ્રોવના જંગલોમાં રેવ પાર્ટી ચાલી રહી હતી. રાત્રે 2 વાગ્યા હતા. પોલીસની ટીમ તુરંત જ પાર્ટી સ્થળ પર પહોંચી ગઇ. જ્યાં ડીજેની ધુન અને લીલી લાઇટની વચ્ચે અનેક યુવક અને યુવતીઓ થિરકતા જોવા મળ્યા હતા. એક તરફ દારૂ પીરસાઇ રહી હતી, બીજી તરફ અનેક યુવાન પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા જોવા મળ્યા હતા. પોલીસે મોડી રાત્રે આ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો.
ADVERTISEMENT
પોલીસને જોતા જ પાર્ટીમાં અફડા તફડી મચી ગઇ હતી. યુવક અને યુવતીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા. જંગલમાં અનેક લોકો ઝાડ પર ચડી ગયા તો કેટલાક લોકો ઝાડીઓમાં છુપાઇ ગયા. જો કે પોલીસે કોઇને છોડ્યા નહોતા. એક એક કરીને 100 કરતા વધારે યુવતીઓને પોલીસ ઝડપ્યા હતા. આ પાર્ટીનું આયોજન કરનારા બે યુવકની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી કેટલાકની ઉંમર 19 થી 23 વર્ષ વચ્ચેની છે. મોટા ભાગના યુવકો કલાવા અને ડોંબિવલીના રહેવાસી છે. પોલીસે અહીંથી 29 ટુવ્હીલર પણ જપ્ત કર્યા છે.
એલએસડી, ચરસ,ગાંઝો અને દારૂનું સેવન
રેવ પાર્ટીથી કસ્ટડીમાં લેવાયેલા તમામ લોકોને થાણીની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવાઇ રહી છે. પોલીસના અનુસાર પાર્ટી સ્થળથી 0.41 ગ્રામ એલએસડી, 70 ગ્રામ ચરસ, ગાંઝાની સાથે ચલમ, દારૂ, બીયર જેવા અનેક નશીલો સામાન મળી આવ્યો છે. પાર્ટીના આયોજકની ઓળખ તેજસ અનિલ કુંબલ અને સુજલ મહાદેવ મહાજન તરીકે થઇ છે. આ લોકો ચેલ્લા પાંચ દિવસથી ઇંસ્ટાગ્રામ દ્વારા પાર્ટી માટે લોકોને આમંત્રિત કરી રહ્યા હતા. ઇચ્છુક લોકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ લીધા બાદ તેમના મોબાઇલ નંબર આપી રહ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT