સરકારી કર્મચારીઓ બાદ ખેડૂતોની પણ દિવાળી સુધરી, સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : સરકાર લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનો ગઢ મજબુત કરવાના મુડમાં હોય તેવું વર્તાઇ રહ્યું છે. એક પછી એક વર્ગને સરકાર ભેટ આપી રહી છે. કેન્દ્રીય કર્મચારી બાદ રાજ્યના સરકારી કર્મચારીઓ પછી હવે ખેડૂતો માટે પણ સરકારે મહત્વની જાહેરાત કરી દીધી છે. રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ વર્ષ 2023-24 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં ૨ થી ૭ ટકાનો વધારો કર્યો છે.

સરકારે રવિ પાકોની વાવણી પહેલા જ ભાવ જાહેર કર્યા

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2023-24 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨ થી ૭ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણામાં 105 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે.

વિવિધ પાકના ભાવ જાહેર કર્યા

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.

ADVERTISEMENT

ખેડૂતોમાં ખુશીની લાગણી

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. જેથી ખેડૂતો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2023-24 માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે 2275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જવ માટે 1850 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણા માટે 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મસૂર માટે 6425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાયડા માટે 5650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને કસુમ્બી માટે 5800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

વર્ષ 2022-23 ની સરખામણીએ વર્ષ 2023-24 માં જુદા-જુદા રવિ પાકો હેઠળ 105 રૂપિયાથી થી 425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT