બ્રોન્ઝ મેડલ વિજેતાની અરવિંદ કેજરીવાલને ફરિયાદ, ટ્વિટ કરી વ્યથા ઠાલવી
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું અને 6 ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા. આ દરમિયાન મહિલા રેસલર દિવ્યા કાકરાન પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં…
ADVERTISEMENT
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય કુસ્તીબાજોએ શાનદાર પ્રદર્શન કર્યું અને 6 ગોલ્ડ સહિત 12 મેડલ જીત્યા. આ દરમિયાન મહિલા રેસલર દિવ્યા કાકરાન પણ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. 23 વર્ષીય દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ મેચમાં ટોંગાની ટાઈગર લિલી કોકર લેમાલિયરને 30 સેકન્ડમાં હરાવી હતી.
દિવ્યા કાકરાને 68 કિગ્રા ફ્રી સ્ટાઇલની ક્વાર્ટર ફાઇનલમાં નાઇજીરિયાની બ્લેસિંગ ઓબોરુદ્દુથી ટેકનિકલ શ્રેષ્ઠતા (0-11)ના આધારે સામે હારી ગઈ હતી. બાદમાં, બ્લેસિંગ ઓબોરુડુડુએ ફાઇનલમાં જગ્યા બનાવી, જેના કારણે દિવ્યાને રિપેચેજ રમવાની તક મળી, જેમાં તેણે સતત બે મેચ જીતી અને બ્રોન્ઝ મેડલ કબજે કર્યો. શુક્રવારે, ભારતીય કુસ્તીબાજોએ તેમના રમતની શરૂઆત કરી, 68 કિગ્રા વજનની કેટેગરીમાં, અર્જુન એવોર્ડી દિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ માટે મેચમાં ઉમદા પ્રદર્શનથી મેડલ જીત્યો. મેડલની જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દિવ્યા કાકરાનને અભિનંદન પાઠવ્યા હતા.
દિવ્યાએ પોતાની વ્યથા ઠાલવી
દિવ્યા કાકરાને અરવિંદ કેજરીવાલના અભિનંદન પર પ્રતિક્રિયા આપતા પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. દિવ્યાએ ટ્વીટ કર્યું, ‘મેડલ માટે અભિનંદન આપવા બદલ દિલ્હીના માનનીય મુખ્યમંત્રી જીનો આભાર. મારી તમને એક વિનંતી છે કે હું છેલ્લા 20 વર્ષથી દિલ્હીમાં રહું છું અને અહીં મારી રમત કુસ્તીની પ્રેક્ટિસ કરું છું પરંતુ આજ સુધી મને રાજ્ય સરકાર તરફથી કોઈ ઈનામની રકમ આપવામાં આવી નથી અને કોઈ મદદ પણ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
2019માં પણ કરી હતી ફરિયાદ
આ પહેલીવાર નથી જ્યારે દિવ્યા કાકરાને અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ કરી હોય. વર્ષ 2018માં જ્યારે દિવ્યા કાકરાન એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ લાવ્યો ત્યારે તેણે જાહેરમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, ‘મેં 19 વર્ષની ઉંમરમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો અને દિલ્હીને સતત 12 મેડલ અપાવ્યા. તમે કહ્યું હતું કે મને ભવિષ્યમાં મદદ મળશે પણ એવું ન થયું.
ભારતે કુલ 49 મેડલ જીત્યા
ભારતે કોમનવેલ્થ ગેમ 2022ના ફક્ત 10 દિવસ સુધીમાં કુલ 49 મેડલ હાંસલ કર્યા છે જેમાં, 17 ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT