ANJU ના કારણે નસરુલ્લાહના પરિવારમાં ડખો, આખા વિસ્તારની શાંતિનો ભંગ
Anju Nasrullah Love Story : જ્યારથી ભારતની અંજૂ પાકિસ્તાન ગઇ છે, બંન્ને દેશના લોકો જીભ પર માત્ર અંજુનુ જ નામ છે. અરવિંદની અંજુ પાકિસ્તાન જઇને…
ADVERTISEMENT
Anju Nasrullah Love Story : જ્યારથી ભારતની અંજૂ પાકિસ્તાન ગઇ છે, બંન્ને દેશના લોકો જીભ પર માત્ર અંજુનુ જ નામ છે. અરવિંદની અંજુ પાકિસ્તાન જઇને નસરુલ્લાહ સાથે લગ્ન કર્યા બાદ ફાતિમા બની ગઇ છે. લગ્ન બાદ પાકિસ્તાન હુકૂમતની અંજુ પર ખુબ જ મહેરબાની થઇ રહી છે. શહબાઝ સરકારના નિર્દેશ પર અંજુને એક કંપનીના ઘરે બેસી નોકરી ઓફર આપી છે તો એક પાકિસ્તાની બિઝનેસમેને 40 લાખનું મકાન ગિફ્ટ કર્યું છે. જો તમને એવું લાગે છે કે અંજૂ સાથે લગ્ન બાદ નસરુલ્લાહ જલ્સા કરી રહ્યા છે તો તમે ખોટુ વિચારી રહ્યા છો.
નસરુલ્લાહના જીવન નરક જેવી બનેલી છે. પરિવાર અને મહોલ્લાના લોકો ખુબ જ પરેશાન છે. પોતાના પરિવાર અને બે બાળકોને ભારત છોડીને પાકિસ્તાન ગયેલી અંજુ ખૈબર પખ્તુનખ્વા ગઇ હતી. હાલ બંન્નેની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પરથી માહિતી મળી કે અંજુ તો ફાતિમા બની ગઇ અને નસરુલ્લાહ સાથે તેણે લગ્ન કરી લીધા છે.
નરક બની ચુકી છે નસરુલ્લાનું જીવન
ADVERTISEMENT
નસરુલ્લાહ લગ્ન બાદ ખુબ જ પરેશાન છે. બીબીસીના રિપોર્ટ અનુસાર નસરુલ્લાહ ખૈબર પખ્તુનખ્વાના અપર દીરનો રહેવાસી છે. આ એ વિસ્તાર છે જ્યાં મહિલાને વધારે બોલવા અને ઘરથી બહાર નિકળવાની પરવાનગી નથી. બીજી તરફ મીડિયા કર્મચારીઓ સતત અંજૂને મળવા માટે આવતા રહે છે. જેના કારણે નસરુલ્લાહ પરેશાન છે. હાલ તો તેના શેરી મહોલ્લા અને અન્ય વિસ્તારોમાં નસરુલ્લાહ અને તેના પરિવારને સહન કરવું પડી રહ્યું છે. આ સમગ્ર વિસ્તારખુબ જ શાંત અને અહીંના લોકો બહારના લોકો સાથે દુર રહેવાનું પસંદ કરે છે. જ્યારથી અંજુ અહીં પહોંચી છે, તમામ લોકો પરેશાન છે. જો કે તેઓ પુછતા જણાવે છે કે, અંજુ તેમના મહેમાન છે.
પરિવારને અલ્ટીમેટમ
ADVERTISEMENT
નસરુલ્લાહના પરિવારનું કહેવું છે કે, તેઓ ઝડપથી અંજુ અને નસરુલ્લાહ અંગે નિર્ણય લેશે. ગામના કેટલાક લોકોએ પરિવારને અલ્ટીમેટમ આપ્યું છે કે તેઓ જેટલું બને તેટલું ઝડપથી આ સમગ્ર વિવાદ ઉકેલે ગામમાં શાંતિ પરત લાવે. જો એવું નહી થાય તો તેમણે રહેવા માટેની અલગ વ્યવસ્થા કરવી પડશે. અંજુ અને નસરુલ્લાહના પરિવાર સાથે દરેક સમયે પોલીસનો કડક પહેરો રહે છે. પાકિસ્તાની પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, તેમણે નસરુલ્લાહને કહ્યું કે, 21 ઓગસ્ટ સુધી અંજુને ભારત મોકલવામાં આવે, કારણ કે તેના વિઝા પુર્ણ થઇ રહ્યા છે.
ADVERTISEMENT
પરિવારમાં જ ચાલી રહ્યો છે વિવાદ
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર નસરુલ્લાહના પહેલાથી જ તેની કાકાની બહેન સાથે સંબંધ નક્કી હતા. જો કે અંજુ સાથે લગ્ન બાદ હવે પરિવારમાં જ વિવાદ થઇ ચુક્યો છે. નસરુલ્લાહના બાળપણથી જ લગ્ન નક્કી હતા. પરિવારના હવાલાથી પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર નસરુલ્લાહે પહેલા અંજુની ઓળખ પોતાની મિત્ર તરીકે આપી હતી. જો કે બાદમાં કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. નસરુલ્લાહે પોતાના પરિવારથી પણ અંજુ સાથેના પોતાના સંબંધ છુપાવ્યા હતા.
ADVERTISEMENT