કાકા-ભત્રીજા વચ્ચે NCP પર કબ્જાની કાનૂની જંગ શરૂ, અજિત પવાર સહિત 9 MLA સામે અયોગ્યતા અરજી દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. અજિત પવાર રવિવારે 18 ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા હતા. તેમણે 8 ધારાસભ્યો સાથે મંત્રી તરીકે શપથ લીધા અને મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા. તેમના આ પગલાથી NCP અને શરદ પવારને મોટો ફટકો પડ્યો છે. હવે NCP એ અજિત પવાર અને શિંદે સરકારમાં શપથ લેનારા 8 ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાનું મન બનાવી લીધું છે.

મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ અજિત પવાર અને એકનાથ શિંદેની આગેવાનીવાળી સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા અન્ય આઠ લોકો સામે અયોગ્યતાની અરજી દાખલ કરી છે. અયોગ્યતાની અરજી સ્પીકર રાહુલ નાર્વેકરને મોકલવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચને એક ઈ-મેલ પણ મોકલવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે NCPની રેન્ક અને ફાઇલ પાર્ટીના વડા શરદ પવાર પાસે છે.

1999માં શરદ પવાર દ્વારા સ્થપાયેલી પાર્ટીને વિભાજનનો સામનો કરવો પડ્યો જ્યારે તેમના ભત્રીજા અજિત પવાર પક્ષપલટો કરીને શિવસેના-ભાજપ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જોડાયા. છગન ભુજબળ અને દિલીપ વાલસે પાટીલ જેવા શરદ પવારના ખાસ નેતાઓ સહિત NCPના આઠ ધારાસભ્યોને સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

પ્રેસ કોન્ફરન્સમાં પાટીલે કહ્યું કે NCPના આ ધારાસભ્યોને અત્યારે દેશદ્રોહી કહી શકાય નહીં કારણ કે તેમનો વિશ્વાસઘાત હજુ સુધી સાબિત થયો નથી. ઘણા લોકો અમારા સંપર્કમાં છે. પરંતુ તેમના દ્વારા લેવામાં આવેલ શપથ પાર્ટી લાઇન વિરુદ્ધ છે. અમે વિધાનસભાના અધ્યક્ષને વહેલી તકે સુનાવણી હાથ ધરવા વિનંતી કરી છે. 9 ધારાસભ્યો એક પક્ષના ન હોઈ શકે. અમને આશા છે કે વિધાનસભાના સ્પીકર અમને ટૂંક સમયમાં એપોઇન્ટમેન્ટ આપશે.

    follow whatsapp

    ADVERTISEMENT