ગુજરાતમાં AAP ની લિકર પોલિસી અંગે ગુજરાતના નેતા અને દિલ્હીના નેતા વચ્ચે મતભેદ?

ADVERTISEMENT

manish sisodia
manish sisodia
social share
google news

અમદાવાદ: ગુજરાતની ચૂંટણી દરમિયાન દારૂબંધી મુદ્દો હર હમેશ ચર્ચામાં રહે છે. ત્યારે આ ચૂંટણીમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ગુજરાતમાં લઠ્ઠા કાંડ થયો ત્યારે પણ લિકર પોલિસીને લઈ ચર્ચાએ જોર પકડયું હતું ત્યારે હવે આમ આદમી પાર્ટીની લિકર પોલિસી અંગે ખુલાસો કરતાં મનીષ સિસોદિયાએ કહ્યું કે, આમાં આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પ્રોહિબિશન ચાલુ રહેશે. જોકે થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ગીર સોમનાથના ઉમેદવાર જગમાલ વાળાએ દારૂબંધીને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો અનેક વાયદા અને ગેરેન્ટી આપે છે. આ દરમિયાન ગુજરાતમાં લિકર પોલિસી ખૂબ મહત્વની ગણવામાં આવે છે. આ મામલે આજે આમ આદમી પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં મનીષ સિસોદિયાએ કહ્યું કે, ગુજરાતમાં પ્રોહિબિશનનો ઉપયોગ એક સારો પ્રયોગ છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એના પછી પ્રોહિબિશન ચાલુ રહેશે, એટલું જ નહીં સત્તામાં બેઠેલા લોકો નકલી દારૂ વેચી રહ્યા છે. જેના કારણે ગુજરાતના ઘણા લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. આ લોકોનાં જીવની કિંમતે દારૂ વેચી રહ્યા છે તેમના આ ધંધાને પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.

આપના ઉમેદવારે આપ્યું હતું વિવાદિત નિવેદન
એકતરફ ગુજરાતમાં જ્યારે દારૂબંધી છે ત્યારે  દારૂ મુદ્દે ગીર સોમનાથના AAPના ઉમેદવાર જગમલ વાળાએ બેફામ વાણીવિલાસ કર્યો છે. તેઓએ કહ્યું કે, ‘ગુજરાત સિવાય દેશભરમાં દારૂની છૂટ છે એટલે દારૂ ખરાબ નથી. દારૂ આપણને પીવે એ ખરાબ છે. દુનિયાભરના દેશોમાં દારૂ પીવાય છે. વિશ્વના 196 દેશોમાં દારૂ પીવાય છે. ભારતમાં પણ ગુજરાત સિવાય તમામ રાજ્યોમાં દારૂની છૂટ છે એટલે દારૂ ખરાબ નથી. તબીબો, IAS અને IPS અધિકારીઓ પણ દારૂ પીવે છે.’

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT