દારૂ સાથે વિયાગ્રા લીધા બાદ સવારે થઇ ગયું મોત, મગજમાંથી 300 mg જામેલું લોહી મળી આવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નાગપુર : નાગપુરમાં 41 વર્ષના વ્યક્તિએ દારૂની સાથે વિયાગ્રાની બે ટેબલેટ લીધી હતી. જેના કારણે તેનું મોત નિપજ્યું. જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિનમાં પબ્લીશ થયેલા એક અહેવાલ અનુસાર ડોક્ટરે તેને રેરેસ્ટ ઓફ ધી રેર ગણાવ્યું હતુ. AIIMS ના છ ડોક્ટર્સની ટીમે આ સ્ટડી ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં જમા કરી હતી. જે આજે ઓનલાઇન પબ્લિશ કરવામાં આવી હતી. તેને પ્રિંટ ફોર્મેટમાં પબ્લિશ પહેલા રિવ્યુ કરવામાં આવશે અને જરૂરી પરિવર્તન કરવામાં આવશે.

પોતાની મહિલા મિત્રને મળવા માટે હોટલમાં રોકાયો
કેસ સ્ટડીમાં ડોક્ટર્સની ટીમે જણાવ્યું કે, આ વ્યક્તિ પોતાની મહિલા મળવા માટે હોટલમાં રોકાય હતો, જ્યાં તેણે દારૂ પીતા સિલ્ડેનાફિલની 50MG ની ટેબલેટ લીધી હતી. આ જ કોમ્પોઝિશન વિયાગ્રાના નામે માર્કેટમાં વેચાય છે. ડોક્ટર્સે જણાવ્યું કે,આ વ્યક્તિની કોઇ સર્જિકલ હિસ્ટ્રી નહોતી. જો કે બીજી સવારે તેની તબિયત કથળવા લાગી હતી. તેને ઉલ્ટીઓ થવા લાગી હતી. જેથી તેની મહિલા મિત્રએ ડોક્ટર્સ પાસે જવાની સલાહ આપી જો કે તેણે કહ્યું કે, તેને અગાઉપણ આવું થઇ ચુક્યું છે, માટે ડોક્ટર પાસે જવાની જરૂર નથી.

દારૂ સાથે વિયાગ્રાનું સેવન કર્યું અને સવારે તબિયત લથડી
થોડા સમય બાદ પરિસ્થિતિ વધારે વણસી હતી જેથી તેને હોસ્પિટલ લઇ જવાયો. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. અભ્યાસ અનુસાર આ વ્યક્તિનું મોત સેરીબ્રોવાસ્કુલર હેમરેજના કારણે થયું હતું. જેના કારણે મગજ સુધી ઓક્સિજનનો સપ્લાય અટકી જાય છે. આ વ્યક્તિના પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટર્સની ટીમે તેના મગજમાંથી 300 MG નું લોહીનો ક્લોટ મળી આવ્યો હતો. ડોક્ટર્સ તેના પરથી નિષ્કર્ષ પર પહોંચ્યા કે, આ રેર કેસ છે માટે તેને પબ્લિશ કરી રહ્યા છે. જેથી લોકો આ અંગે જાગૃત થાય. ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની દવા ડોક્ટર્સની સલાહ વગર ખતરનાક સાબિત થઇ શકે છે.

ADVERTISEMENT

હાર્ટ-બીપીની તકલીફ હોય તેવા લોકોએ વિયાગ્રા ન લેવી જોઇએ
અત્રે ઉલ્લેખનીય છે કે, નિષ્ણાંતો પણ કહી ચુક્યા છે કે, હાર્ટ અને બીપીની તકલીફ હોય તેવા દર્દીઓએ વિયાગ્રાનો પ્રયોગ ટાળવો જોઇએ. વિયાગ્રા સામાન્ય માણસ માટે પણ પ્રમાણમાં જોખમી તો હોય જ છે. પરંતુ મેડિકલ હિસ્ટ્રી હોય તેવા દર્દીએ ખાસ ડોક્ટરના કન્સલ્ટિંગ વગર વિયાગ્રા ન લેવી જોઇએ. વિયાગ્રાના ઉપયોગ પછી પણ કોઇ પણ તબક્કે બેચેની કે અસામાન્ય અનુભવ થાય તો તત્કાલ ડોક્ટર્સ પાસે જવું જોઇએ. તેમને વિયાગ્રા અને પોતાની મેડિકલ હિસ્ટ્રી અંગે માહિતી આપવી જોઇએ.

    follow whatsapp

    ADVERTISEMENT