દયાબેન પાસે પણ અસિત મોદીએ કરી હતી અયોગ્ય માંગ? ગંભીર આક્ષેપથી હડકંપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : TMKOC શો હાલ એક્ટર્સના વિવાદિત નિવેદનોના કારણે ખુબ જ ચર્ચામાં છે. તેવામાં દયાબેનની સાથે પણ અસિત મોદીએ ગેરવર્તણુંક કરી હોવાનો બાવરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટીવીની પોપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં બાવરીનું પાત્ર નિભાવનારી મોનિકા ભદૌરિયા સમાચારોમાં આવ્યા છે. જ્યારે જેનિફરે શોના મેકર્સ અસિત કુમાર મોદી પર સેક્શ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. મોનિકા, અભિનેત્રીના સપોર્ટમાં આવી ચુક્યા છે.

હાલમાં જ મોનિકાએ એક ઇન્ટરવ્યુમાં અસિત પર આરોપ લગાવ્યો કે, સેટ પર દરેક વ્યક્તિને ખુબ જ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે. વર્ષ 2017 માં દિશા વાકાણી ઉર્ફે દયાબેને શોન છોડી દીધો હતો. કારણ હતું મેટરનિટી લીવ. જો કે હવે દાવો થઇ રહ્યો છે કે, એવું નહોતું. મોનિકાનું કહેવું છે કે, અસિત તેમની સાથે જરૂર કોઇ ગેરવર્તણુંક કરી હશે. ત્યારે દિશા વાકાણીએ શોને અલવીદા કહી દીધી હતી.

એ વાત અલગ છે કે, દિશાએ કોઇની સામે આ વાત નથી કહી. કદાચ તેઓ કોન્ટ્રોવર્સીમાં નથી આવવા માંગતા. મોનિકાએ કહ્યું કે, દિશા શોમાં પરત આવવા નથી માંગતી. બીજી તરફ શું કોઇ પણ આ શોમાં પરત આવવા નથી માંગતી. દરેક મીડિયામાં પોતાના સ્ટેટમેન્ટને યોગ્ય રીતે રજુ થવા માટે બસ કહી દે છે કે, તક મળશે તો વાપસી જરૂર કરશે. જો કે મનમાં કંઇક અલગ જ હોય છે. દિશા સંગ અસિતે ગેરવર્તણુંક કરતા હતા તો તેઓ ઇગ્નોર કરી દેતી હતી. કહેતા હતા કે જવાનો છોડો કોઇ વાત નહી. એવામાં તે શા માટે પરત આવવા માંગશે.

ADVERTISEMENT

અડધાથી વધારે જુના કિરદાર શોને અલવીદા કહી ચુક્યા છે. મોનિકા કહે છે કે, મને વિશ્વાસ છે કે, આવનારા અભિનેતાપણ આ શોને ઝડપથી છોડી રહ્યા છે. શોથી જે લોકો પૈસા કમાઇ રહ્યા છે, તે તેના મેકર્સ વિરુદ્ધ કંઇ કહેશે. જે દિવસે તેમની સાથે ગેરવર્તણુંક હશે. ત્યારે તેઓ સામે આવીને બોલશે. ત્યા સુધી તો બધા જ ચુપ છે.તે દિવસ પણ ઝડપથી આવશે જ્યારે બધાને અહેસાસ થશે કે વસ્તુઓ ખોટી થઇ છે.

    follow whatsapp

    ADVERTISEMENT