અંબાણીની પાર્ટીમાં મહેમાનોને રૂ.500ની નોટોમાં સજાવીને હલવો પીરસવામાં આવ્યો? તસવીર વાઈરલ થઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: અંબાણી પરિવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. જો કે દરેક સામાન્ય માણસ અંબાણી પરિવારની વૈભવી જીવનશૈલીનું સપનું જુએ છે, પરંતુ તે પૂર્ણ કરવું દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી. અંબાણી પરિવારમાં યોજાતા પારિવારિક કાર્યક્રમોમાં, પાર્ટીઓ તેમની સમૃદ્ધિનું એક ઉદાહરણ છે, જે દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. હાલમાં જ અંબાણી પરિવાર દ્વારા આયોજિત પાર્ટીનો એક ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

અંબાણીની પાર્ટીમાં તસવીર સામે આવી
હકીકતમાં, NMACC ફેસ્ટિવલનું આયોજન 1 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાર્ટીમાં પીરસવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે, કેટલીક જગ્યાએ મહેમાનોને ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું તો કેટલીક જગ્યાએ 500 રૂપિયાની નોટો સાથે મીઠાઈઓ પીરસવામાં આવી હતી. તસવીરમાં દેખાતી આ વાનગીનું નામ ‘દૌલત કી ચાટ’ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાનગી ઉત્તર ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે, જે ખાસ કરીને શિયાળામાં ખાવામાં આવે છે.

ADVERTISEMENT

રૂ.500ની સાચી નોટો સાથે ફૂડ પીરસાયું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ‘@LoyalSachinFan’ હેન્ડલથી શેર કરવામાં આવી છે, જે ખૂબ જ જોવામાં આવી રહી છે અને પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરને અત્યાર સુધીમાં 191.8K વ્યૂઝ મળ્યા છે, જ્યારે 3 હજારથી વધુ લોકોએ આ ફોટોને લાઈક કર્યો છે. ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘અંબાણીની પાર્ટીમાં ટિશ્યુ પેપરને બદલે 500ની નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’ પોસ્ટ જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ નોટો સાચી નથી પરંતુ નકલી નોટો છે, જેની સાથે મહેમાનોને આ રીતે હલવો પીરસવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT