હીરા ઉદ્યોગમાં આવશે ફરી તેજી, ફ્રાંસના આ પગલાથી રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ
હીરા ઉદ્યોગ લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ડામાડોળ અર્થતંત્રના કારણે હીરા ઉદ્યોગ ભારે મંદીનો સામનો કરી રહ્યું છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
હીરા ઉદ્યોગની ચમક એકવાર ફરી પાછી આવશે
ફ્રાન્સના પગલાને કારણે હીરા ઉદ્યોગમાં ખુશી
લેબ ગ્રોન ડાયમંડને આર્ટિફિશિયલ જાહેર કરવામાં આવ્યા
હીરા ઉદ્યોગ લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યું છે. વૈશ્વિક સ્તરે ડામાડોળ અર્થતંત્રના કારણે હીરા ઉદ્યોગ ભારે મંદીનો સામનો કરી રહ્યું છે. સુરત સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોના અર્થતંત્ર હીરા ઉદ્યોગ પર ટકેલા છે. તેવામાં હીરા ઉદ્યોગની મંદીના કારણે આ શહેરોની રોનક પણ ફીકી પડી છે.
રત્નકલાકારોમાટે ખુબ જ ખુશીના સમાચાર
જો કે હવે હીરા ઉદ્યોગો માટે ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ફ્રાંસ સરકાર દ્વારા લેબમાં બનાવાતા હીરા લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરવામાં આવ્યા છે. જેના કારણે લેબગ્રોન ડાયમંડની માંગમાં ઘટાડો આવી શકે છે. તો બીજી તરફ પરંપરાગત રફ ડાયમંડને પોલીશ (ઘસી) કરીને બનતા ડાયમંડની માંગમાં ફરી એકવાર ઉછાળો આવી શકે છે. જે સુરત અને સૌરાષ્ટ્રના અનેક રત્નકલાકારો માટે ખુબ જ સારા સમાચાર છે.
ફ્રાંસ દ્વારા લેબ ગ્રોન ડાયમંડને આર્ટિફિશિયલ જાહેર કરાયા
વિદેશથી આવતા રફ ડાયમંડને પોલીશ કરવાના ઉદ્યોગમાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે. લેબ ગ્રોન ડાયમંડ (લેબોરેટરીમાં બનતા હીરા) ને આર્ટિફિશિયલ જાહેર કરતા હવે પરંપરાગત હીરા ઉદ્યોગને તેજી જોવા મળી શકે છે. આ સમાચારના કારણે હાલ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર હર્ષની લાગણી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
પરંપરાગત્ત હીરા ઉદ્યોગમાં આવશે પરી આગઝરતી તેજી
અત્રે ઉલ્લેખનીય છે કે, પરંપરાગત હીરાનું સ્થાન લેબ ગ્રોન ડાયમંડ લઇ રહ્યા હતા. જેના કારણે પરંપરાગત હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી હતી. આ ડાયમંડને વૈશ્વિક સ્તરે લોકો સ્વિકારી પણ રહ્યા હતા. જો કે હવે આખરે ફ્રાંસ દ્વારા સિન્થેટિક હીરા જાહેર કરવામાં આવતા વૈશ્વિક સ્તરે પણ તેના પર અસર પડી શકે છે. અન્ય યુરોપિયન દેશો પણ આ હીરાને સિન્થેટિક ડાયમંડ જાહેર કરી શકે છે. તેવી ભીતીના કારણે પરંપરાગત્ત ડાયમંડ ઉદ્યોગમાં ફરી એકવાર ફુલગુલાબી તેજી જોવા મળી શકે છે.
ADVERTISEMENT