Dhanteras 2023: આવતીકાલે ધનતેરસ, અહીં જાણી લો ખરીદી-પૂજાનું શુભ મુહૂર્ત અને મહત્વ
Dhanteras 2023: દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ સોનાના કળશ સાથે પ્રગટ થયા હતા. સાથે…
ADVERTISEMENT
Dhanteras 2023: દર વર્ષે કાર્તિક કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસનો તહેવાર મનાવવામાં આવે છે. આ તિથિએ ભગવાન ધન્વંતરિ સોનાના કળશ સાથે પ્રગટ થયા હતા. સાથે જ ત્રિયોદશીના દિવસે જ આયુર્વેદના દેવતા ધન્વંતરિની જન્મજયંતિ પણ મનાવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર એટલે કે આવતીકાલે છે. ધનતેરસ પર નવી વસ્તુઓની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. એવી માન્યતા છે કે જે કોઈ પણ ધનતેરસના દિવસે ખરીદી કરે છે, તેમના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદેલી વસ્તુઓ વર્ષો સુધી શુભ ફળ આપે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ પર ખરીદી અને પૂજા માટેનું શુભ મુહૂર્ત શું છે, તેનું મહત્વ શું છે અને આ દિવસે શું ખરીદવું અને શું ન ખરીદવું…
ખરીદીનું શુભ મુહૂર્ત
ધનતેરસના શુભ મુહૂર્તમાં ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ધનતેરસના દિવસે એટલે કે 10મી નવેમ્બરે બપોરે 12:35 વાગ્યાથી બીજા દિવસે એટલે કે 11મી નવેમ્બરની સવાર સુધી ખરીદી માટેનું શુભ મુહૂર્ત છે.
લક્ષ્મી પૂજનનું મુહૂર્ત
ધનતેરસના પાવન પર્વ પર ભગવાન ગણેશ, માં લક્ષ્મીજી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે માં લક્ષ્મીજીની પૂજાનું શુભ મુહૂર્ત 10 નવેમ્બર, શુક્રવારના રોજ સાંજે 05:47થી 07:47 સુધી રહેશે.
ADVERTISEMENT
ધનતેરસ પર ખરીદીનું મહત્વ
ધનતેરસ પર શુભ મુહૂર્તમાં વાસણો અને સોના-ચાંદી સિવાય વાહન, જમીન-મિલકતના સોદા, લક્ઝરી વસ્તુઓ અને અન્ય ઘરવપરાશની વસ્તુઓની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.
ધનતેરસ પર શું ખરીદવું?
– ધનતેરસના દિવસે સોના-ચાંદી ઉપરાંત વાસણો, વાહન અને કુબેર યંત્રની ખરીદી કરવી શુભ છે.
– આ સિવાય સાવરણી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાવરણી ખરીદવાથી માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.
– બીજી તરફ જો તમે ધનતેરસના દિવસે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી, તો ઘરે આખા ધાણા જરૂરથી લાવો.
– એવું માનવામાં આવે છે કે આના કારણે ક્યારેય પૈસાની કમી નથી થતી. આ સિવાય તમે ગોમતી ચક્ર પણ ખરીદી શકો છો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
ધનતેરસ પર શું ન ખરીદવું?
– આ દિવસે લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ ઘરમાં લાવવી શુભ માનવામાં આવતી નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધનતેરસના દિવસે લોખંડની બનેલી કોઈપણ વસ્તુ ઘરમાં લાવો છો તો ઘરમાં દુર્ભાગ્યનો પ્રવેશ થાય છે.
– ધનતેરસ પર એલ્યુમિનિયમ કે સ્ટીલની વસ્તુઓ ન ખરીદવી. એવું માનવામાં આવે છે કે સ્ટીલ અથવા એલ્યુમિનિયમથી બનેલા વાસણો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદવાથી માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.
– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ ઘરમાં લાવો છો તો તેનાથી ધન અને બરકટ ઘટી જાય છે, તેથી ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદો.
– ધનતેરસના શુભ અવસર પર કાચ કે કાચમાંથી બનેલી વસ્તુઓ બિલકુલ ન ખરીદવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT